News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧
“તિથિ” – આસો સુદ નોમ
“દિન મહીમા”
મહાનવમી, નૈવેદ્ય નવમી, ભદ્રકાલી અવતાર, હરીનોમ, સરસ્વતિ બલીદાન ૦૮:૦૭ પછી, મહાનવરાત્રી પૂરા, રવિયોગ આરંભ ૦૮:૦૭
“સુર્યોદય” – ૬.૩૦ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૨૫ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૨.૨૮ થી ૧૩.૫૭
“ચંદ્ર” – ધનુ, મકર (૧૪.૨૬)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૨૬ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.
“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૮.૦૫)
“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૪.૨૬)
બપોરે ૨.૨૬ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૩૦ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૨૯
શુભઃ ૧૦.૫૮ – ૧૨.૨૮
ચલઃ ૧૫.૨૭ – ૧૬.૫૬
લાભઃ ૧૬.૫૬ – ૧૮.૨૬
રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૬ – ૨૧.૨૭
અમૃતઃ ૨૧.૨૭ – ૨૨.૫૭
ચલઃ ૨૨.૫૭ – ૨૪.૨૮
લાભઃ ૨૭.૨૯ – ૨૮.૫૯
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ રહે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
“કર્કઃ”(ડ,હ)-
થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.
“સિંહઃ”(મ,ટ)-
જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે, પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે, આગળ વધવાની તક મળે.
“તુલાઃ”(ર,ત)-
પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ ખુશનુમા વીતે.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
“મકરઃ”(ખ,જ)-
વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે, ભાઈ ભાંડુ સુખ સારું રહે, અંગત મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.