News Continuous Bureau | Mumbai
મુંબઈ: અંધેરી પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જેણે એક વેપારીને દારૂમાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરીને તેના ₹૧૦ લાખની કિંમતના સોના-હીરાના દાગીના અને રોકડની ચોરી કરી હતી.પોલીસે અગાઉ આ જ કેસમાં તેની એક સાથીદાર મહિલાની ધરપકડ કરી હતી, જે હાલ જામીન પર મુક્ત છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને મહિલાઓ વ્યવસાયિક ગુનેગાર છે અને તેમની વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
Mumbai crime news ઉત્તર ગોવાના આ ફરિયાદી રિયલ એસ્ટેટના વેપારી છે, જે વ્યવસાય અર્થે અવારનવાર મુંબઈની મુલાકાત લે છે. એપ્રિલ મહિનામાં તેઓ કામ માટે મુંબઈ આવ્યા હતા અને અંધેરીની એક હોટેલમાં રોકાયા હતા. તે રાત્રે તેમણે તેમની પરિચિત મહિલા ને હોટેલમાં બોલાવી હતી, જેની સાથે તેઓ મુંબઈ આવતા ત્યારે નિયમિત સંપર્કમાં રહેતા હતા.
તૈયાર કરેલી યોજના મુજબ, ૨૭ એપ્રિલના રોજ આ બંને મહિલાઓ હોટેલ પર પહોંચી હતી. ત્રણેય એ સાથે ભોજન લીધું અને દારૂ પીધો. દારૂના નશામાં વેપારી થોડી જ વારમાં ઊંઘી ગયા.
બીજા દિવસે સવારે મોડેથી જાગતા વેપારીને ખબર પડી કે તેમની બેગ ગાયબ છે, જેમાં આશરે ૧૦ તોલા સોનું, હીરા જડિત દાગીના અને ₹૨૦,૦૦૦ રોકડા હતા, જેની કુલ કિંમત આશરે ₹૧૦ લાખ થતી હતી. તેમણે તે પરિચિત મહિલા ને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે જવાબ ન આપ્યો. પોતાની કિંમતી વસ્તુઓની ચોરી તે જ બે મહિલાઓએ કરી હોવાનું સમજાતા તેમણે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આ સમાચાર પણ વાંચો : Hikaru Nakamura: ટેક્સાસમાં યોજાયેલા ચેસ ઇવેન્ટમાં હિકારુ નાકામુરાએ ગુકેશનો કિંગ પીસ ફેંક્યો, સોશિયલ મીડિયા પર વિવાદ
વેપારીની ફરિયાદ બાદ પોલીસે બંને મહિલાઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ટૂંક સમયમાં જ એક મહિલા ની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન તે મહિલા એ કબૂલ્યું કે તેણે તેની સાથી મિત્ર સાથે મળીને ચોરી કરી હતી. મહિનાઓ સુધી પીછો કર્યા બાદ અંધેરી પોલીસે ત્રણ દિવસ પહેલાં મુખ્ય આરોપી મહિલા ની ધરપકડ કરી છે. જોકે, પોલીસે હજુ સુધી ચોરાયેલા દાગીના અને રોકડ રકમ જપ્ત કર્યા નથી