Soha Ali Khan: અમૃતા સિંહ સાથેના સંબંધ પર સોહા અલી ખાને કર્યો ખુલાસો, એક્સ ભાભી વિશે કહી આવી વાત

Soha Ali Khan: સૈફ અલી ખાનની બહેન સોહાએ વર્ષો બાદ અમૃતા સિંહ સાથેના સંબંધો પર ખુલ્લેઆમ વાત કરી

by Zalak Parikh
Soha Ali Khan Opens Up About Her Bond with Ex-Bhabhi Amrita Singh: "She Was Always Special"

News Continuous Bureau | Mumbai 

Soha Ali Khan: બોલીવૂડ અભિનેત્રી સોહા અલી ખાને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની પૂર્વ ભાભી અમૃતા સિંહ સાથેના સંબંધો અંગે ખુલાસો કર્યો. સોહાએ જણાવ્યું કે અમૃતા તેમના માટે હંમેશા ખાસ રહી છે. તેણે કહ્યું કે “જ્યારે લગ્ન તૂટે છે ત્યારે માત્ર પતિ-પત્ની નહીં, પણ બંને પરિવારના સંબંધો પણ બદલાઈ જાય છે.” સોહાએ અમૃતા સાથેના પોતાના જૂના સમયને યાદ કરતા કહ્યું કે “તેમણે મારી ખૂબ સંભાળ લીધી હતી.”

આ સમાચાર પણ વાંચો : Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?

અમૃતા હંમેશા ખાસ રહી છે’ – સોહા

સોહાએ જણાવ્યું કે “હું અમૃતા સાથે તેમના ઘરમાં રહી છું. તેઓ મને ફોટોશૂટ્સ પર લઈ ગયા હતા, મારી સંભાળ લીધી હતી. અમે સાથે સ્ક્રેબલ રમતા હતા. જ્યારે તેમનો અને સૈફનો સંબંધ તૂટી ગયો, ત્યારે અમારું પણ ઘણું બદલાયું.” સોહાએ કહ્યું કે “સારા ત્યારે 9 વર્ષની હતી અને ઇબ્રાહિમ 3 વર્ષનો હતો.” સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથેના છૂટાછેડા બાદ અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા. હવે તેઓ તૈમૂર અને જેહના પેરેન્ટ્સ છે. સારા અને ઇબ્રાહિમનો પણ કરીના સાથે સારો બોન્ડ છે. આખું ખાન પરિવાર હવે એકસાથે તહેવારો ઉજવે છે અને એકબીજાની સાથે ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodNow (@bollywoodnow)


સોહા અલી ખાનના આ ખુલાસાથી સ્પષ્ટ થાય છે કે સેલિબ્રિટી પરિવારના સંબંધો પણ સામાન્ય લોકોની જેમ જ સંવેદનશીલ અને બદલાતા રહે છે. અમૃતા સિંહ અને સોહા વચ્ચેનો સંબંધ સમય સાથે બદલાયો, પણ સોહા માટે તેમનું સ્થાન હંમેશા ખાસ રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More