Hrithik Roshan OTT Debut: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવશે રિતિક રોશન, આ વેબ સિરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

Hrithik Roshan OTT Debut: રિતિક રોશન હવે ઓટિટિ પર ડેબ્યુ કરી રહ્યો છે તે એક વેબ સિરીઝ ને પ્રોડ્યુસ કરી રહ્યો છે જેનું કથિત નામ ‘સ્ટોર્મ’ છે.

by Zalak Parikh
Hrithik Roshan to Make OTT Debut as Producer with Action-Thriller Series ‘Storm’

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan OTT Debut: બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશન  હવે OTT જગતમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જોકે, આ ડેબ્યૂ એક્ટર તરીકે નહીં, પણ પ્રોડ્યુસર તરીકે હશે. રિતિક એ  પોતાની કંપની HRX Films દ્વારા ‘પ્રાઇમ વિડિયો’  સાથે મળીને એક નવી એક્શન-થ્રિલર વેબ સિરીઝ  માટે હાથ મિલાવ્યો છે.જોકે શ્રેણીનું શીર્ષક હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ તેનું નામ “સ્ટોર્મ” રાખવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Bharti Singh: ટીવી અને યુટ્યુબ બંને માંથી અધધ આટલી કમાણી કરે છે ભારતી સિંહ, જાણો તેની નેટવર્થ વિશે

‘સ્ટોર્મ’ની કાસ્ટ અને સ્ટોરી

આ સિરીઝમાં સબા આજાદ , પાર્વતી થિરુવોથુ, અલાયા એફ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને રમા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘સ્ટોર્મ’ની કહાની મુંબઈના બેકડ્રોપ પર આધારિત છે અને તેમાં દમદાર મહિલા પાત્રો  ની કહાની રજૂ કરવામાં આવશે. રિતિક એ કહ્યું, “સ્ટોર્મ એ મને OTT જગતમાં પ્રોડ્યુસર તરીકે શરૂઆત કરવાની તક આપી છે. આ સિરીઝની દુનિયા ગહન, સત્યથી ભરેલી અને યાદગાર પાત્રોથી ભરપૂર છે.”આ સિરીઝનું નિર્માણ અજીતપાલ સિંહ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે ફ્રાંસ્વા લુનેલ અને સ્વાતી દાસ સાથે મળીને કહાની લખી છે.


પ્રાઇમ વિડિયોના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ ગાંધીએ કહ્યું, “સ્ટોર્મ માત્ર એક સિરીઝ નહીં, પણ એક નવા અને રોમાંચક સફરની શરૂઆત છે. રિતિક રોશન અને HRX Films સાથે કામ કરવું અમારા માટે ખાસ છે. આ સિરીઝ વિશ્વભરના દર્શકોને પસંદ આવશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More