Flaxseed Gel: 40 પછી મોંઘા ફેશિયલ અને ટ્રીટમેન્ટ વગર ત્વચાને આપો નેચરલ ફર્મનેસ, ઘરે જ બનાવો આ જેલ

Flaxseed Gel: અળસી ના બીજોથી બનેલો જેલ ત્વચાને ટાઈટ અને યુવાન બનાવવામાં મદદરૂપ થાય છે તો ચાલો જાણીયે તેને બનાવવાની રીત

by Zalak Parikh
Tighten Loose Skin After 40 with This Homemade Flaxseed Gel

News Continuous Bureau | Mumbai

Flaxseed Gel: ઉંમર વધતા ચહેરાની ત્વચા ઢીલી પડવી સામાન્ય છે, ખાસ કરીને 30 પછી ફાઇન લાઈન્સ અને રિંકલ્સ દેખાવા લાગે છે. જો તમે મોંઘા બોટોક્સ કે સ્કિન ટ્રીટમેન્ટ નહીં કરાવી શકો, તો ઘરેલું ઉપાય તરીકે અળસીનો જેલ  અજમાવી શકો છો. આ જેલ ત્વચાને ફર્મ અને ટાઈટ બનાવે છે અને તેનો ઉપયોગ સરળ છે.

અળસીનું જેલ કેમ છે ખાસ?

અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ , વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે ત્વચાને અંદરથી પોષણ આપે છે. આ જેલ ત્વચાની લચીલાપણું  વધારવામાં અને ઢીલી પડતી ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે.

જેલ બનાવવાની રીત

  • અડધો કપ અળસી લો
  • 1.5 લીટર પાણીમાં ઉકાળો
  • પાણી ગાઢ થાય એટલે ગેસ બંધ કરો
  • ગાળી ને ઠંડું થવા દો
  • ઠંડું થયા પછી જેલ જેવું ટેક્સચર આવશે
  • કાચના જારમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો

આ સમાચાર પણ વાંચો : True Skin Tone: સમય સાથે ત્વચાની રંગત બદલાય છે, પણ શરીરના ખાસ ભાગથી જાણી શકાય છે સાચી સ્કિન ટોન

કેવી રીતે ઉપયોગ કરવો?

  • ચહેરો ધોઈને સાફ કરો
  • જેલ નું પાતળું લેયર લગાવો
  • 30 મિનિટ સુધી રહેવા દો
  • પછી હૂંફાળા પાણીથી ધોઈ લો
  • સપ્તાહમાં 2-3 વખત ઉપયોગ કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More