Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૮ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર,, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક સુદ છઠ્ઠ છે

by Zalak Parikh
todays horoscope today 28 october 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૮ ઓક્ટોબર ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨

 

“તિથિ” – કારતક સુદ છઠ્ઠ

 

“દિન મહીમા”

સુર્ય ષષ્ઠી, સુર્ય છઠ્ઠ પૂજા, સ્કંદ ષષ્ઠી, પ્રતિહરા છઠ્ઠ, રાજયોગ ૮ઃ૦૦ થી ૧૫ઃ૪૫, જૈન અઠાઈ પ્રારંભ, કલ્પાદી રવિયોગ ૧૫ઃ૪૫ સુધી, વ્રજમૂશળયોગ ૧૫ઃ૪૫ થી

 

“સુર્યોદય” – ૬:૩૭ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૬:૦૬ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૮.૦૪ થી ૦૯.૩૦

 

“ચંદ્ર” – ધનુ,મકર (૨૨.૧૩)

આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૧૩ સુધી ધનુ રહેશે ત્યારબાદ મકર રહેશે.

 

“નક્ષત્ર” – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૫.૪૪)

 

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૧૦.૧૩)

રાત્રે ૧૦.૧૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૬.૩૮ – ૦૮.૦૪

શુભઃ ૯.૩૦ – ૧૦.૫૬

ચલઃ ૧૩.૪૮ – ૧૫.૧૪

લાભઃ ૧૫.૧૪ – ૧૬.૪૦

અમૃતઃ ૧૬.૪૦ – ૧૮.૦૬

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૮.૦૬ – ૧૯.૪૦

લાભઃ ૨૨.૪૮ – ૨૪.૨૨

શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦

અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૦૪

ચલઃ ૨૯.૦૪ – ૩૦.૩૮

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે. 

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

 

“કર્કઃ”(ડ,હ)-

થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

 

“સિંહઃ”(મ,ટ)-

જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

 આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

 

“મકરઃ”(ખ,જ)-

વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More