Jay Bhanushali and Mahhi Vij: ટીવી જગતમાં ખળભળાટ,લોકપ્રિય જોડી જય ભાનુશાલી-માહી વિજ લગ્ન ના આટલા વર્ષ બાદ લીધો અલગ થવાનો નિર્ણય

Jay Bhanushali and Mahhi Vij: ટીવી ના લોકપ્રિય કપલ જય ભાનુશાલી અને માહી વીજ એ છુટા થવાનો નર્ણય લીધો છે. તેમના આ નિર્ણય થી ટીવી જગત માં ખળભળાટ મચી ગયો છે.

by Zalak Parikh
Jay Bhanushali and Mahhi Vij Part Ways After 14 Years of Marriage, Fans Heartbroken

News Continuous Bureau | Mumbai

Jay Bhanushali and Mahhi Vij: ટીવી જગતની લોકપ્રિય જોડીઓમાંની એક જય ભાનુશાલી અને માહી વિજ  હવે એકબીજાથી અલગ થઈ રહ્યા છે. 2011માં લગ્ન કરનાર આ કપલે 14 વર્ષ સાથે રહ્યા બાદ છૂટાછેડા નો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંનેએ થોડા મહિના પહેલા છૂટાછેડા ની અરજી કરી હતી અને હવે 2025ના જુલાઈ-ઓગસ્ટમાં છૂટાછેડા ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Kantara Chapter 1: ‘કાંતારા: ચેપ્ટર 1’ ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો રિષભ શેટ્ટી ની ફિલ્મ

બાળકો માટે સંવેદનશીલ નિર્ણય

જય અને માહી ત્રણ બાળકોના માતા-પિતા છે – તારા, રાજવીર અને ખુશી. બંનેએ બાળકોની કસ્ટડીને લઈને પરસ્પર સમજૂતી કરી છે જેથી તેમના જીવન પર છૂટાછેડા નો ઓછો અસર થાય. માહી નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે અને જય પોતાની દીકરીઓ સાથે હોલિડે માણી રહ્યો છે.રિપોર્ટ્સ મુજબ, માહી અને જયના સંબંધમાં તણાવ વિશ્વાસની તકલીફથી શરૂ થયો હતો. સમય સાથે દૂરીઓ વધી અને વાત છૂટાછેડા સુધી પહોંચી. બંનેએ સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો, પણ અંતે શાંતિપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય લીધો.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


જય અને માહી સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથેના મોમેન્ટ્સ શેર કરતા હતા અને ‘કપલ ગોલ્સ’ તરીકે ઓળખાતા હતા. હવે તેમના અલગ થવાના સમાચારથી ફેન્સ દુઃખી છે. છેલ્લે બંનેને ઓગસ્ટ 2024માં તારા ના જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More