Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?

Vikram Bhatt: કથિત૩૦ કરોડની છેતરપિંડી ના કેસમાં ૭ દિવસની રિમાન્ડમાં રહ્યા પછી, ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની શ્વેતાંબરી ને કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરીને ન્યાયિક કસ્ટડી માં મોકલી દીધા છે. હવે તેમને ઉદયપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે.

by Zalak Parikh
Filmmaker Vikram Bhatt and His Wife Sent to Judicial Custody by Court

News Continuous Bureau | Mumbai

Vikram Bhatt: ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની શ્વેતાંબરીને ઉદયપુરની એક કોર્ટે કથિત  ૩૦ કરોડના છેતરપિંડીના કેસમાં સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. મંગળવારે, કપલના વકીલે મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન (Interim Bail) આપવાની વિનંતી કરી હતી. જોકે, કોર્ટે તેમને જામીન ન આપતા ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા.

આ સમાચાર પણ વાંચો : Sunny Deol- Hema Malini Rift: ધર્મેન્દ્રના નિધન બાદ દેઓલ પરિવારમાં મોટો વિખવાદ? હેમા માલિની અને સની દેઓલનો ઝઘડો જગજાહેર થયો

એડવોકેટનું નિવેદન

કોર્ટનો નિર્ણય આવે તે પહેલા એડવોકેટ એ મીડિયા ને જણાવ્યું હતું કે, “આરોપીના વકીલે વચગાળાના જામીન માટે એક અરજી આપી છે, જેમાં મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાની વિનંતી કરવામાં આવી છે. જો વચગાળાના જામીન મળી જાય તો બંનેને મેડિકલ સારવાર માટે થોડા સમય માટે મુક્ત કરી શકાય છે.” જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, “બધું કોર્ટના આદેશ પર નિર્ભર કરે છે.”કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ડીએસપી એ  ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કોર્ટે વિક્રમ ભટ્ટ અને તેમના પત્નીને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ હવે તેમને ઉદયપુરની સેન્ટ્રલ જેલ માં મોકલવામાં આવશે.


વિક્રમ ભટ્ટ અને તેમના પત્નીને ૭ ડિસેમ્બરના રોજ મુંબઈમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. અરેસ્ટ કર્યા પછી પોલીસ તેમને ઉદયપુર લઈ ગઈ, જ્યાં બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ૯ ડિસેમ્બરના રોજ, તેમને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.વિક્રમ, તેમના પત્ની અને અન્ય છ લોકો પર ઉદયપુરના ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના ફાઉન્ડર ડૉ. અજય મુર્ડિયા સાથે ૩૦ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

You may also like