News Continuous Bureau | Mumbai
Trump Zelensky Meeting ફ્લોરિડામાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે વાત કરતા કટાક્ષમાં કહ્યું કે, “પુતિન ઈચ્છે છે કે યુક્રેન સફળ થાય.” રશિયા સાથે છેલ્લા લાંબા સમયથી યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી માટે આ વાત એટલી અણધારી હતી કે તેઓ પબ્લિકલી હસી પડ્યા હતા. આ હળવી ક્ષણોનો વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે રશિયા દ્વારા કબજે કરાયેલી જમીન પર અત્યારે પેચ ફસાયેલો છે, પરંતુ જો બંને દેશો અત્યારે સમજૂતી કરી લે તો તે વધુ સારું રહેશે.
🇺🇸 Trump: Putin wants Ukraine to succeed.
And Zelensky’s reaction… pic.twitter.com/uIqFjbj70O
— MAKS 25 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) December 28, 2025
૨૦ મુદ્દાની શાંતિ યોજના પર સહમતી
ઝેલેન્સ્કીએ આ બેઠકને ઐતિહાસિક ગણાવી હતી અને ટ્રમ્પનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી કે:
શાંતિ માળખું: ૨૦ મુદ્દાની શાંતિ યોજના પર ૯૦% સહમતી બની ગઈ છે.
સુરક્ષા ગેરંટી: અમેરિકા-યુક્રેન વચ્ચેની સુરક્ષા ગેરંટી પર ૧૦૦% સહમતી સધાઈ છે.
સૈન્ય સહયોગ: સૈન્ય બાબતો પર પણ ૧૦૦% સહમતી છે.
જાન્યુઆરીમાં ફરી મળશે બંને નેતા
ટ્રમ્પે દાવો કર્યો કે શાંતિ વાટાઘાટો ૯૫% સફળ રહી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે સમૃદ્ધિ યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને જાન્યુઆરી ૨૦૨૬માં આ મુદ્દે ફરીથી વાતચીત કરવામાં આવશે. યુક્રેન હવે કાયમી શાંતિ માટે તૈયાર છે, જોકે સુરક્ષા ગેરંટી આ પ્રક્રિયાનો સૌથી મહત્વનો પડાવ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Silver Price Record ચાંદીમાં ઐતિહાસિક તેજીનું વાવાઝોડું ૨.૫૦ લાખના સ્ત
ટ્રમ્પની મધ્યસ્થી અને રશિયાનું વલણ
ટ્રમ્પે પૂર્વમાં પુતિન સાથે પણ આ વિષય પર વાત કરી હોવાનું જણાવ્યું હતું. તેમના મતે પુતિન અત્યારે શાંતિ માટે ગંભીર છે. ટ્રમ્પની વ્યૂહરચના યુરોપિયન દેશોને પણ આ સુરક્ષા સમજૂતીમાં સામેલ કરવાની છે જેથી રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમય સુધી શાંતિ જળવાઈ રહે.