News Continuous Bureau | Mumbai
એક્સાઈઝ ડ્યુટીમાં કેટલો વધારો થયો?
Cigarette નાણા મંત્રાલયની સૂચના મુજબ, 1 ફેબ્રુઆરી, 2026થી સિગારેટની લંબાઈના આધારે પ્રતિ 1000 સિગારેટ પર ₹2050 થી લઈને ₹8500 સુધીની એક્સાઈઝ ડ્યુટી લાગશે. આ ડ્યુટી 40% GST ઉપરાંતની રહેશે. ડિસેમ્બરમાં પસાર થયેલા ‘કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક (સુધારા) વિધેયક, 2025’ હેઠળ આ ફેરફાર કરવામાં આવ્યો છે.
કિંમતોમાં 28% સુધીનો ઉછાળો શક્ય
એક નિષ્ણાત ના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી 75 થી 85 mm લંબાઈ ધરાવતી સિગારેટની કુલ કિંમતમાં 22% થી 28% નો વધારો થઈ શકે છે. ખાસ કરીને પ્રીમિયમ સિગારેટ પીનારાઓએ પ્રતિ સિગારેટ ₹2 થી ₹3 વધુ ચૂકવવા પડશે.
આ સમાચાર પણ વાંચો : Borivli: બોરીવલીમાં સીધો જંગ વોર્ડ 15માં જિજ્ઞા શાહ અને જસજયશ્રી બંગેરા વચ્ચે ટક્કર; કોઈ અપક્ષ ઉમેદવાર મેદાનમાં નહીં
શેરબજારમાં તમાકુ કંપનીઓના હાલ
સરકારના આ નિર્ણયની ખબર આવતા જ શેરબજારમાં ITCના શેર 6% ઘટીને ₹378 ની સપાટીએ આવી ગયા હતા. ગોડફ્રે ફિલિપ્સ (Godfrey Phillips) ના શેરમાં તો 10% જેટલો મસમોટો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોને ડર છે કે ટેક્સ વધવાથી કંપનીઓના વેચાણ અને નફા પર નકારાત્મક અસર પડશે.ભારતમાં હાલમાં સિગારેટ પરનો કુલ ટેક્સ છૂટક કિંમતના લગભગ 53% છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મતે આ ટેક્સ 75% સુધી હોવો જોઈએ. સરકારનો હેતુ ટેક્સ વધારીને તમાકુના વપરાશને ઘટાડવાનો અને સરકારી તિજોરીમાં આવક વધારવાનો છે.