Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘ગોકુલધામ ટુ ગેલેક્ટો’ અને ‘ધ બિગ ફેટ એલિયન વેડિંગ’ સાથે દર્શકોનું મનોરંજન કરશે અસિત મોદી; ગુજરાતી સહિત 6 ભાષાઓમાં થશે રિલીઝ.

by Zalak Parikh
Taarak Mehta Ka Ooltah Chashmah: Two new 3D animated films to release on YouTube

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી જગતનો સૌથી લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે એનિમેશન દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા તૈયાર છે. શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જાહેરાત કરી છે કે નીલા મીડિયાટેક હેઠળ બે ફીચર-લેન્થ 3D એનિમેટેડ ફિલ્મો લોન્ચ કરવામાં આવી રહી છે. આ ફિલ્મો યુટ્યુબ પર દરેક માટે સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.

રિલીઝની તારીખ અને ફિલ્મોના નામ

શોના મેકર્સે ચાહકો માટે બે અલગ-અલગ અને રોમાંચક વાર્તાઓ પર આધારિત એનિમેટેડ ફિલ્મો તૈયાર કરી છે. જેમાં પ્રથમ ફિલ્મ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 3D એનિમેટેડ મૂવી: ગોકુલધામ ટુ ગેલેક્ટો’ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ નવા વર્ષના આગમન સાથે રિલીઝ થઈ ચૂકી છે. જ્યારે બીજી ફિલ્મ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 3D એનિમેટેડ મૂવી: ધ બિગ ફેટ એલિયન વેડિંગ’ આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પ્રજાસત્તાક પર્વના ખાસ અવસરે રિલીઝ કરવામાં આવશે.આ ફિલ્મોની પહોંચ વધારવા માટે તેને હિન્દી ઉપરાંત અન્ય પાંચ પ્રાદેશિક ભાષાઓ – બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. આનાથી દેશભરના બાળકો અને પરિવારો પોતાની ભાષામાં ટપ્પુ સેના અને જેઠાલાલના સાહસોનો આનંદ માણી શકશે.


નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, “એનિમેશન દ્વારા અમે તે બાળકો સુધી પહોંચવા માંગીએ છીએ જેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા થઈ રહ્યા છે. અમારો ઉદ્દેશ્ય શોની પાછળ રહેલી સામુદાયિક ભાવના, હૂંફ અને ખુશીને પેઢીઓ સુધી પહોંચાડવાનો છે.” નીલા મીડિયાટેકના સીઈઓ હરજીત છાબડાએ ઉમેર્યું કે આ તો માત્ર એનિમેશન જર્નીની શરૂઆત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More