Sudha Chandran : ‘માતા કી ચૌકી’માં સુધા ચંદ્રન સાથે કંઈક એવું થયું કે લોકોમાં ફફડાટ: વીડિયો જોઈને ફેન્સ પણ હેરાન, કોઈના કંટ્રોલમાં ન આવી અભિનેત્રી

Sudha Chandran : સફેદ-લાલ સાડીમાં માતાજીના ભજનોમાં ઝૂમી રહી હતી અભિનેત્રી; અચાનક બદલાયા તેવર, લોકોએ સંભાળવાની કોશિશ કરી પણ... જુઓ વાયરલ વીડિયોનું સત્ય.

by Zalak Parikh
Sudha Chandran 'Mata Ki Chowki' video goes viral

News Continuous Bureau | Mumbai

Sudha Chandran : ટેલિવિઝન પર મોટે ભાગે નેગેટિવ (વેમ્પ) પાત્રો ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક અનોખો અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં સુધા ચંદ્રને સફેદ અને લાલ રંગની સાડી પહેરી છે અને માથા પર ‘જય માતા દી’ લખેલી ચુનરી બાંધી છે. ભજન દરમિયાન તેઓ એટલા મગ્ન થઈ ગયા કે અચાનક તેમનામાં અજીબ ઉર્જા જોવા મળી અને તેઓ કોઈના કાબૂમાં રહ્યા નહોતા.

આ સમાચાર પણ વાંચો : Border 2 Song Out: ‘બોર્ડર 2’નું પ્રથમ ગીત ‘ઘર કબ આઓગે’ રિલીઝ: અરિજિત સિંહ અને દિલજીત દોસાંજનો અવાજ, પણ ચાહકોને ઓરિજિનલ જેવી મજા ન આવી

કોઈના કંટ્રોલમાં ન આવી અભિનેત્રી

વીડિયોમાં જોઈ શકાય છે કે સુધા ચંદ્રન ભક્તિમાં લીન થઈને ઝૂમી રહ્યા છે. જોકે, થોડી જ વારમાં તેમના તેવર બદલાય છે અને તેઓ ખૂબ જ ઉગ્ર રીતે હલનચલન કરવા લાગે છે. આ જોઈને ત્યાં હાજર ૨-૩ લોકોએ તેમને પકડવાની અને સંભાળવાની કોશિશ કરી, પરંતુ તેઓ કોઈના હાથમાં આવતા નહોતા. અંતે તેમને ખુરશી પર બેસાડવામાં આવ્યા ત્યારે પણ લોકોએ તેમને પકડી રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ ક્ષણને સુધા ચંદ્રનની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેનો મજાક ઉડાવી રહ્યા છે. જોકે, સુધાના સાચા ફેન્સ મજાક ઉડાવનારાઓને અટકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈની ધાર્મિક લાગણી અને અંગત પળોનો મજાક ન બનાવવો જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More