News Continuous Bureau | Mumbai
Trump રિઝોલ્વ’ દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ હવે ટ્રમ્પે બીજા સૈન્ય હુમલાની ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ત્યાંની વચગાળાની સરકાર અમેરિકાની શરતો નહીં માને, તો અમેરિકા ફરીથી સૈન્ય કાર્યવાહી કરતા ખચકાશે નહીં. ટ્રમ્પે દાવો કર્યો હતો કે હાલમાં વેનેઝુએલાની સ્થિતિ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે.
‘વેનેઝુએલા એક મરેલો દેશ છે’ – ટ્રમ્પનો આકરો પ્રહાર
ટ્રમ્પે વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને અત્યંત ગંભીર ગણાવતા તેને ‘મરેલો દેશ’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વર્ષોના ખરાબ શાસન અને ખોટી નીતિઓએ આ સમૃદ્ધ દેશને બરબાદ કરી દીધો છે. ટ્રમ્પના મતે, વેનેઝુએલા પાસે વિશ્વના સૌથી મોટા તેલના ભંડારો હોવા છતાં તેનું ઉત્પાદન તળિયે છે. તેમણે જાહેરાત કરી કે અમેરિકી તેલ કંપનીઓ ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી બેઠું કરવા માટે તૈયાર છે અને અમેરિકાને ત્યાંના કુદરતી સંસાધનો સુધી સંપૂર્ણ પહોંચ જોઈએ છે.
15,000 સૈનિકો તૈનાત અને હેલિકોપ્ટરને નુકસાન
એક બ્રિટિશ અખબાર ના રિપોર્ટ મુજબ, અમેરિકાએ કેરેબિયન ક્ષેત્રમાં લગભગ 15,000 સૈનિકો તૈનાત કરી રાખ્યા છે. ટ્રમ્પે ખુલાસો કર્યો કે અગાઉના ઓપરેશન દરમિયાન અમેરિકાનું એક હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ તમામ અમેરિકી સૈનિકો સુરક્ષિત છે. જો વચગાળાના પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ અમેરિકાની માગણીઓ સ્વીકારવામાં આનાકાની કરશે, તો આ સૈન્ય દળો ફરીથી ગમે ત્યારે હુમલો કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Assam Earthquake: આસામમાં ભૂકંપનો જોરદાર આંચકો: મોરીગાંવમાં 5.1ની તીવ્રતાના ઝટકાથી લોકોમાં ફફડાટ, વહેલી સવારે ધરા ધ્રૂજી
ઈરાન અને કોલંબિયાને પણ ટ્રમ્પની ખુલ્લી ધમકી
વેનેઝુએલાની સાથે સાથે ટ્રમ્પે ઈરાનને પણ ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે જો ઈરાન સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની હત્યા કરશે તો અમેરિકા ‘લોક એન્ડ લોડેડ’ એટલે કે હુમલા માટે તૈયાર છે. આ ઉપરાંત, તેમણે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોને પણ માદુરોની ધરપકડનો વિરોધ કરવા બદલ સાવધ રહેવા જણાવ્યું છે. ટ્રમ્પની આ આક્રમક વિદેશ નીતિએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે.