News Continuous Bureau | Mumbai
Mumbai Police Action: બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારના સુરક્ષા કાફલા સાથે મુંબઈના જુહુ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાફલામાં સામેલ એક તેજ રફ્તાર મર્સિડીઝ કારે ઓટો-રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી ગઈ હતી. મુંબઈ પોલીસે આ મામેલ તાત્કાલિક એક્શન લેતા કારના ડ્રાઈવરની અટકાયત કરી છે અને તેની સામે બેદરકારીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત 19 જાન્યુઆરીની રાત્રે આશરે 8:30 વાગ્યે થયો હતો. તેજ ગતિએ આવતી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ રિક્ષા કાફલાની અન્ય એક કાર સાથે અથડાઈ હતી. આ ત્રિપાંખિયા અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. આરોપી ડ્રાઈવરની ઓળખ રાધેશ્યામ રાય તરીકે થઈ છે, જેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 281, 125(a) અને 125(b) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
ઓટો-રિક્ષા ચાલકની હાલત ગંભીર, પરિવારની મદદ માટે વિનંતી
આ દુર્ઘટનામાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. રિક્ષા ચાલકના ભાઈ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમનો ભાઈ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તેની રિક્ષા કચડાઈ ગઈ છે અને પરિવારની આજીવિકાનું સાધન છીનવાઈ ગયું છે. પરિવારે માંગ કરી છે કે તેમને યોગ્ય સારવાર, દવાઓ અને નુકસાનનું વળતર આપવામાં આવે.
View this post on Instagram
આટલી મોટી દુર્ઘટના અને સુરક્ષા કાફલાના ડ્રાઈવરની ધરપકડ બાદ પણ અક્ષય કુમાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ટિપ્પણી કરવામાં આવી નથી. સામાન્ય રીતે શિસ્ત અને નિયમોના આગ્રહી ગણાતા અક્ષય કુમારના ડ્રાઈવર સામેની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. જુહુ પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે માત્ર તેજ ગતિને કારણે અકસ્માત થયો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)