Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!

પરીક્ષા કેન્દ્રોની માન્યતા રદ કરવાની અને શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ચીમકી, છત્રપતિ સંભાજીનગરમાં ૧૯ સુપરવાઈઝરો સામે ગુનો દાખલ.

by samadhan gothal
Maharashtra બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી

News Continuous Bureau | Mumbai
Maharashtra મહારાષ્ટ્રમાં ૧૨મા ધોરણની બોર્ડ પરીક્ષાના પ્રારંભે જ રાજ્ય સરકારના ‘કોપી મુક્ત અભિયાન’ના ધજાગરા ઉડ્યા છે. અનેક પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓ અને સુપરવાઈઝરો જ વિદ્યાર્થીઓને કોપી પૂરી પાડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા શિક્ષણ મંત્રી દાદા ભુસેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે શાળાઓમાં આવા પ્રકારો બન્યા છે તેમની માન્યતા રદ કરવામાં આવશે અને જવાબદારોને છોડવામાં નહીં આવે.

શિક્ષણ મંત્રીની કડક ચેતવણી

શિક્ષણ મંત્રી દાદા ભુસેએ જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી, પાણી અને અન્ય સુવિધાઓ માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. છતાં કોપીના કિસ્સાઓ સામે આવ્યા છે તે અત્યંત ગંભીર છે. હવેથી જે કેન્દ્રો પર ગેરરીતિ જણાશે ત્યાં ભવિષ્યમાં પરીક્ષાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોપી કરનારા વિદ્યાર્થીઓ ઉપરાંત કેન્દ્ર સંચાલકો, શિક્ષકો અને વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

મરાઠવાડામાં કોપીનો રાફડો ફાટ્યો

મરાઠવાડાના અનેક જિલ્લાઓમાં મોટા પાયે કોપીના કેસો સામે આવ્યા છે. ખાસ કરીને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) જિલ્લાના કન્નડ તાલુકાની જેતાપુર હાઈસ્કૂલમાં અંગ્રેજીના પેપર દરમિયાન મોટું કૌભાંડ ઝડપાયું છે. સીસીટીવી ફૂટેજ અને ઉત્તરવહીઓની ઝેરોક્ષ નકલોના આધારે અહીં ૧૯ સુપરવાઈઝરો અને કેન્દ્ર સંચાલકો સામે કડક કાર્યવાહીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય

૧૯ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી

જિલ્લા કલેક્ટર દિલીપ સ્વામી અને વિભાગીય બોર્ડના અધ્યક્ષ અનિલ સાબળેના આદેશ બાદ તપાસ તેજ કરવામાં આવી છે. જિલ્લા પરિષદના કર્મચારી એવા સુપરવાઈઝરો અને અધિકારીઓ સામે સસ્પેન્શન (નિલંબન) નો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. અન્ય ખાનગી સંસ્થાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ સામે શિસ્તભંગ અને કાયદેસરની કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. શિક્ષણ મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને નિર્ભય થઈને અને પ્રમાણિકતાથી પરીક્ષા આપવા અપીલ કરી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More