The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન

The Science of Tetrachromacy: આંખોમાં ચોથા ‘કોન સેલ’ ના કારણે સ્ત્રીઓ રંગોના સૂક્ષ્મ શેડ્સ પારખી શકે છે, પક્ષીઓ પાસેથી વારસામાં મળેલું આ રહસ્ય છે અદભૂત.

by Akash Rajbhar
The Science of Tetrachromacy Why Some Women Can See 100 Million Colors While Men Only See 1 Million

News Continuous Bureau | Mumbai

વિજ્ઞાન કહે છે કે સામાન્ય માનવીની આંખો અંદાજે ૧૦ લાખ રંગો જોઈ શકે છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં ૧૦ કરોડ રંગો જોવાની અદભૂત ક્ષમતા હોય છે. આ કોઈ જાદુ નથી પણ એક જિનેટિક પ્રક્રિયા છે. આ મહિલાઓની આંખોમાં સામાન્ય લોકો કરતા વધુ કોન સેલ્સ હોય છે, જે તેમને રંગોની એક અલગ જ દુનિયા બતાવે છે.

શું છે ટેટ્રાક્રોમેસી?

સામાન્ય મનુષ્યની આંખમાં ત્રણ પ્રકારના કોન સેલ્સ (Cone Cells) હોય છે: લાલ, લીલો અને વાદળી. આ ત્રણેયના મિશ્રણથી આપણે ૧૦ લાખ રંગો જોઈએ છીએ, જેને ‘ટ્રાઈક્રોમેસી’ કહેવાય છે. જોકે, ટેટ્રાક્રોમેટ મહિલાઓમાં ચોથો કોન સેલ હોય છે. આ સેલ પ્રકાશની અલગ વેવલેન્થ પકડે છે, જેનાથી તેઓ રંગોના એવા સૂક્ષ્મ શેડ્સ જોઈ શકે છે જે આપણને એક સમાન લાગે છે. ઉદાહરણ તરીકે, જ્યાં આપણને લીલા રંગના ૧૦૦ શેડ્સ દેખાય, ત્યાં તેઓ ૧૦,૦૦૦ શેડ્સ જોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય

સ્ત્રીઓમાં જ કેમ જોવા મળે છે આ ક્ષમતા?

આ ક્ષમતા પાછળ જિનેટિક્સ જવાબદાર છે. લાલ અને લીલા રંગના કોન સેલ્સના જીન્સ ‘X’ ક્રોમોઝોમ પર હોય છે. મહિલાઓ પાસે બે X ક્રોમોઝોમ હોય છે, તેથી જો એક X માં સામાન્ય જીન અને બીજામાં થોડો અલગ જીન હોય, તો ચોથો કોન સેલ બનવાની શક્યતા વધી જાય છે. પુરુષો પાસે માત્ર એક જ X ક્રોમોઝોમ (XY) હોવાથી તેમનામાં આ ક્ષમતા હોવી લગભગ અશક્ય છે. વિશ્વની ૨-૩% મહિલાઓમાં આની જિનેટિક શક્યતા હોય છે.

પક્ષીઓ સાથે શું છે આનું જોડાણ?

ટેટ્રાક્રોમેસીનો વિકાસ પક્ષીઓ સાથે જોડાયેલો છે. પોપટ અને કબૂતર જેવા પક્ષીઓ ટેટ્રાક્રોમેટ હોય છે, જેમને અલ્ટ્રાવાયોલેટ (UV) લાઈટ પણ દેખાય છે. આનાથી તેઓ પાકેલા ફળ અને ફૂલોનો રસ સરળતાથી શોધી લેતા હતા. મનુષ્યોના પૂર્વજોમાં પણ આ સિસ્ટમ હતી જે ઉત્ક્રાંતિ દરમિયાન બદલાઈ, પરંતુ ક્યારેક સ્ત્રીઓમાં આ પ્રાચીન સિસ્ટમ ફરી સક્રિય થઈ જાય છે. ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ કોન્સેટા એન્ટિકો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેઓની પેઇન્ટિંગ્સમાં હજારો સૂક્ષ્મ શેડ્સ જોવા મળે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More