Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: શોમાં આવશે નવો વળાંક: વેલેન્ટાઈન પ્લાન વચ્ચે બાપજીનો ફૂટ્યો ગુસ્સો; શું મિહિર અને તુલસીના પરિવારને ભોગવવી પડશે સજા?

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: શાંતિ નિકેતનને હચમચાવશે નોયનાનો નવો 'પ્લાન'; તુલસીની આંખોમાં આંસુ જોઈ મિહિરને થયો ગિલ્ટ, ડ્રામા થશે તેજ.

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: Will Mihir marry Noyna leaving Tulsi? Bapji uncovers a shocking secret

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Twist: ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહૂ થી’ માં અત્યારે જબરદસ્ત હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. મિહિર અને તુલસી વચ્ચેની વધતી નિકટતાને તોડવા માટે નોયના એક પછી એક ચાલ ચાલી રહી છે. મેકર્સ શોને ટીઆરપી (TRP) ચાર્ટમાં ટોપ પર લાવવા માટે હવે એક એવો ટ્વિસ્ટ લાવ્યા છે જે શાંતિ નિકેતનના પાયા હચમચાવી દેશે.મિહિર અત્યારે તુલસીની નજીક આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તુલસી સતત તેનાથી દૂર ભાગી રહી છે. મિહિરે તુલસી માટે એક સ્પેશિયલ ટેબલ બુક કર્યું હતું, જેની જાણ નોયનાને થઈ ગઈ છે. નોયનાએ હવે નક્કી કરી લીધું છે કે તે મિહિર અને તુલસી વચ્ચે એવી તિરાડ પાડશે કે મિહિર હંમેશા માટે તેનો થઈ જાય.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: પ્રતિબંધ પણ ન રોકી શક્યો રણવીર સિંહનો જાદુ! પાકિસ્તાની બજારોમાં ‘ધુરંધર’ ની પાઇરેટેડ કોપીની ધૂમ, સોશિયલ મીડિયા પર મચ્યો ખળભળાટ

બાપજી સામે સત્ય આવતા મચશે ખળભળાટ

તુલસી અને મિહિર જ્યારે બાપજીને મળવા પહોંચે છે, ત્યારે બાપજીનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે. બાપજી તેમને મોટો ઝટકો આપતા કહે છે કે, “તમે લોકોએ આટલો મોટો ધોકો કર્યો છે, જેની સજા તમારા આખા પરિવારને ભોગવવી પડશે.” આ રહસ્ય ખુલ્યા બાદ તુલસી અને મિહિરના સંબંધો કેવો વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે. બાપજીના ઘરે જતા સમયે રસ્તામાં ટ્રાફિકમાં એક કપલને જોઈને તુલસી ખૂબ જ ઇમોશનલ થઈ જાય છે. એક પતિને તેની પત્નીને પાણીપૂરી ખવડાવતા જોઈ તુલસી કહે છે કે, “આ પણ એક દિવસ તેને છોડી દેશે.” તુલસીના આ શબ્દો સાંભળીને મિહિરને ખૂબ જ પસ્તાવો થાય છે. મિહિરને અહેસાસ થાય છે કે તેણે અજાણતા તુલસીને ઘણું દુઃખ પહોંચાડ્યું છે.


બીજી તરફ, નોયનાએ ખુલ્લી ચેતવણી આપી છે કે શાંતિ નિકેતનમાં મિહિર વગર તેનું કોઈ અસ્તિત્વ નથી. તેણે એક એવો ‘બોમ્બ’ ફોડવાની તૈયારી કરી છે જેનાથી મિહિર અને તુલસીના લગ્નજીવનનો અંત આવી શકે છે. શું મિહિર નોયના સાથે લગ્ન કરશે? શું તુલસી એકલી પડી જશે? આ સવાલોએ અત્યારે પ્રેક્ષકોમાં ઉત્તેજના વધારી દીધી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More