Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન

Ranveer Singh Dhurandhar OTT :હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ ધૂમ મચાવતું સ્પાી-થ્રિલર; ૧૯ માર્ચે 'ધુરંધર: ધ રિવિંજ' સાથે મોટા પડદા પર થશે વાપસી.

by Zalak Parikh
Global Dominance: Ranveer Singh’s 'Dhurandhar' trends in 11 countries; hits No. 1 on Netflix’s Global Non-English charts.

News Continuous Bureau | Mumbai

Ranveer Singh Dhurandhar OTT :થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ રણવીર સિંહ સ્ટારર સ્પાય-થ્રિલર ‘ધુરંધર’ હવે ડિજિટલ દુનિયામાં પણ ઈતિહાસ રચી રહી છે. ૩૦ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાના ૧૧ દેશોમાં નંબર ૧ પર ટ્રેન્ડ થઈને બધાને ચોંકાવી દીધા છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સ્પાી-યુનિવર્સમાં નવો બેન્ચમાર્ક સેટ કરી રહી છે.નેટફ્લિક્સના લેટેસ્ટ ડેટા મુજબ, ‘ધુરંધર’ એ રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં જ ૭.૬ મિલિયન વ્યૂઝ મેળવ્યા હતા. હવે માત્ર ૧૦ દિવસના ટૂંકા ગાળામાં આ આંકડો ૧૫.૮ મિલિયન વ્યૂઝ સુધી પહોંચી ગયો છે. આ સાથે તે નેટફ્લિક્સની ‘નોન-ઇંગ્લિશ’ ફિલ્મોની ગ્લોબલ લિસ્ટમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Ragini 3 Movie Update: શું ‘રાગિની 3’ તોડશે બોલ્ડનેસના તમામ રેકોર્ડ? એકતા કપૂરની હિટ ફ્રેન્ચાઈઝીમાં જુનૈદ ખાન અને તમન્ના ભાટિયાની એન્ટ્રી ફાઈનલ!

૧૧ દેશોમાં ફિલ્મનો ક્રેઝ

‘ધુરંધર’ અત્યારે વિશ્વના ૧૧ અલગ-અલગ દેશોમાં ટ્રેન્ડિંગમાં છે. ફિલ્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેને હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, સંજય દત્ત અને આર. માધવન જેવા દિગ્ગજોની હાજરીએ ફિલ્મને વૈશ્વિક સ્તરે આકર્ષક બનાવી છે. જોકે, સૌથી વધુ ચર્ચા યુવા અભિનેત્રી સારા અર્જુનની થઈ રહી છે, જેની સાદગી અને એક્ટિંગે ચાહકોના દિલ જીતી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


આશ્ચર્યજનક વાત એ છે કે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ‘ધુરંધર’ની ભારે માંગ છે. અહેવાલો મુજબ, ત્યાં આ ફિલ્મની પાઈરેટેડ DVD ધડલ્લેથી વેચાઈ રહી છે અને લોકો ખૂબ જ ઉત્સાહથી આ ફિલ્મ જોઈ રહ્યા છે. આ દર્શાવે છે કે ફિલ્મની વાર્તા અને એક્શન સરહદ પાર પણ લોકોને પસંદ આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More