Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.

બેંગલુરુમાં BEML દ્વારા તૈયાર થઈ રહ્યા છે બે હાઈ-સ્પીડ ટ્રેન સેટ, 280 કિમીની ઝડપે દોડશે મેડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેન; લોકસભામાં રેલવે મંત્રાલયની મોટી જાહેરાત

by samadhan gothal
Made in India Bullet Train ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે 'સ્વદેશી'! જાપાનને

News Continuous Bureau | Mumbai
Made in India Bullet Train મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં જાપાનીઝ ટ્રેનના બદલે ભારતમાં જ તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ટ્રેન સેટ (B28) નો ઉપયોગ કરવામાં આવશે. મંગળવારે લોકસભામાં રેલવે મંત્રાલય દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ બુલેટ ટ્રેન સુરતથી વાપી વચ્ચેના 97 કિમી લાંબા માર્ગ પર ઓગસ્ટ 2027માં દોડશે તેવી અપેક્ષા છે.બેંગલુરુમાં BEML દ્વારા અત્યારે આવા બે હાઈ-સ્પીડ ટ્રેન સેટ વિકસાવવામાં આવી રહ્યા છે. આ ટ્રેન શરૂઆતમાં 280 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે સક્ષમ હશે. અગાઉ જાપાનની શિંકાન્સેન ટ્રેન આવશે કે ભારતની પોતાની ટ્રેન દોડશે તે અંગે દ્વિધા હતી, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત પોતાની બુલેટ ટ્રેન જાતે બનાવવા સક્ષમ બની ગયું છે.

ટેકનોલોજી અને ઝડપનું નવું શિખર

ભારતમાં તૈયાર થઈ રહેલા B28 ટ્રેન સેટ શરૂઆતમાં 250 કિમીની ઝડપે દોડશે અને આગામી તબક્કામાં તેની ઝડપ વધારીને 320 થી 350 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે. આ માર્ગ પર ‘ETCS લેવલ 2’ ની અદ્યતન સિગ્નલિંગ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે, જે હાઈ-સ્પીડ કામગીરી માટે અનિવાર્ય છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત હવે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે, જેનો લાભ ભવિષ્યના અન્ય હાઈ-સ્પીડ પ્રોજેક્ટ્સમાં પણ મળશે.

બજેટમાં 7 નવા હાઈ-સ્પીડ રૂટની જાહેરાત

ચાલુ વર્ષના બજેટમાં સરકારે 4,000 કિલોમીટરના હાઈ-સ્પીડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. મુંબઈ-અમદાવાદ ઉપરાંત અન્ય 7 મહત્વના રૂટની પણ જાહેરાત કરવામાં આવી છે:
મુંબઈ-પુણે અને પુણે-હૈદરાબાદ
હૈદરાબાદ-બેંગલુરુ અને હૈદરાબાદ-ચેન્નાઈ
ચેન્નાઈ-બેંગલુરુ
દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડી
આ તમામ નવા રૂટ પર ભારતમાં બનેલા ‘રોલિંગ સ્ટોક’ (ટ્રેનો) દોડશે તેવો વિશ્વાસ સરકારે વ્યક્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Instagram Down: ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ; હજારો યુઝર્સની ફરિયાદ બાદ એન્જિનિયરો કામે લાગ્યા

જાપાનીઝ ટ્રેનનું શું થશે?

જોકે ભારત પોતાની ટ્રેન બનાવી રહ્યું છે, પરંતુ જાપાનમાં શિંકાન્સેન ‘E10 સીરિઝ’ ના ટ્રેન સેટનું કામ હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં આ ટ્રેનો પણ ભારતીય પાટા પર જોવા મળી શકે છે, પરંતુ હાલમાં ભારત પોતાના દમ પર જ પ્રોજેક્ટને વેગ આપી રહ્યું છે. સુરત-વાપી સેક્શન તૈયાર થતા જ ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More