Site icon News Continuous Bureau | Mumbai

Instagram Down: ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ; હજારો યુઝર્સની ફરિયાદ બાદ એન્જિનિયરો કામે લાગ્યા

ડાઉન ડિટેક્ટર પર યુઝર્સનો હોબાળો, સવારે 9 વાગ્યાથી સર્વિસ ખોરવાઈ; ફોટો-વીડિયો અને રીલ્સ જોવામાં ટેકનિકલ ખામી

Instagram Down ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ

Instagram Down ઇન્સ્ટાગ્રામ ગ્લોબલ આઉટેજ! વિશ્વભરમાં મેટાનું પ્લેટફોર્મ થયું ઠપ

News Continuous Bureau | Mumbai

Instagram Down વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીના એક ઇન્સ્ટાગ્રામ ની સર્વિસ આજે ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ અચાનક ખોરવાઈ ગઈ હતી. હજારો યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ ઇન્સ્ટાગ્રામ એપ અને વેબ પોર્ટલ બંને પર ફીડ એક્સેસ કરી શકતા નથી. યુઝર્સ નવા પોસ્ટ જોઈ શકતા નહોતા અને રીલ્સ લોડ કરવામાં પણ સમસ્યા આવી રહી હતી. આ આઉટેજની અસર ભારત સહિત અમેરિકા અને બ્રિટનમાં પણ જોવા મળી છે.આઉટેજને ટ્રેક કરતી વેબસાઇટ ‘ડાઉન ડિટેક્ટર’ (Downdetector) મુજબ, આ સમસ્યાની શરૂઆત ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યાની આસપાસ થઈ હતી. સેંકડો યુઝર્સે રિપોર્ટ કર્યો હતો કે તેમની ફીડ રિફ્રેશ થઈ રહી નથી. મેટા (Meta) કંપની તરફથી હજુ સુધી આ ટેકનિકલ ખામીના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Join Our WhatsApp Channel

અમેરિકામાં સૌથી વધુ અસર, ભારતમાં પણ ફરિયાદો

ઇન્સ્ટાગ્રામ આઉટેજની સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી હતી, જ્યાં લગભગ 12,000 યુઝર્સે ડાઉન ડિટેક્ટર પર રિપોર્ટ કર્યો હતો. ભારતમાં પણ આશરે 1,000 યુઝર્સે સર્વિસ ઠપ હોવાની ફરિયાદ નોંધાવી છે. સવારે સવા દસ વાગ્યાની આસપાસ સર્વિસ ધીમે ધીમે પાટા પર પરત ફરવા લાગી હતી, પરંતુ ઘણા યુઝર્સને હજુ પણ લોગ-ઇન કરવામાં મુશ્કેલી પડી રહી છે.

યુઝર્સ માટે માથાનો દુખાવો

ઇન્સ્ટાગ્રામ માત્ર મનોરંજન માટે જ નહીં, પણ બિઝનેસ અને પ્રમોશન માટે પણ એક મહત્વનું માધ્યમ છે. સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના તમામ લોકો આ પ્લેટફોર્મ પર સક્રિય હોય છે. ફીડ એક્સેસ ન થવાને કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ અને માર્કેટિંગ એજન્સીઓનું કામ પણ અટકી પડ્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સ હવે એક્સ (ટ્વિટર) પર #InstagramDown હેશટેગ સાથે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ

અગાઉ પણ સર્જાઈ છે આવી સમસ્યા

આ પહેલીવાર નથી જ્યારે ઇન્સ્ટાગ્રામ કે મેટાની અન્ય એપ (વોટ્સએપ કે ફેસબુક) ઠપ થઈ હોય. સર્વરમાં ટેકનિકલ ખામી અથવા મેન્ટેનન્સને કારણે ઘણીવાર આવી સમસ્યાઓ સર્જાતી રહે છે. જોકે, હાલમાં મોટાભાગના યુઝર્સ માટે સર્વિસ પુનઃસ્થાપિત થઈ ગઈ હોવાનું જણાય છે, છતાં કંપની દ્વારા સત્તાવાર કારણની રાહ જોવામાં આવી રહી છે.

IsraelIran war updates ઈરાન યુદ્ધમાં શું એકલું પડી ગયું છે ઈઝરાયેલ? અમેરિકાથી લઈને UAE સુધીના બદલાતા સમીકરણો વચ્ચે ઈઝરાયેલની મુશ્કેલીઓ વધી
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
RBI’s strategic measures RBI’s strategic measures RBI ના નિર્ણયોની પોઝિટિવ અસર વિદેશી રોકાણ (Foreign Investment) આંકડો ૩.૩૨ લાખ કરોડને પાર, ભારતની આર્થિક સ્થિતિ થઈ મજબૂત
Iran US peace deal ઈરાન સાથેની ડીલ ‘અંતિમ તબક્કે’ (Final Stages) ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો – કરાર પર સહી થતાં જ ૩ દિવસમાં ખુલી જશે હારમુઝની ખાડી (Strait of Hormuz)
Exit mobile version