Dhurandhar 2 Success:હમઝા અને અસલમની અનોખી જુગલબંદી! ‘ધુરંધર 2’ ની સફળતાના જશ્નમાં રણવીર-સંજયે લગાવી સ્ટેજ પર આગ, જુઓ અનસીન મસ્તી

Dhurandhar 2 Success: મુંબઈમાં બિઝનેસમેન મોહિત કંબોજની દીકરીની બર્થડે પાર્ટીમાં છવાયા સ્ટાર્સ; રણવીર સિંહે માઈક હાથમાં લઈને ગાયું રેપ, સંજય દત્તે જમાવી મહેફિલ

by Zalak Parikh
Dhurandhar 2 Success: Ranveer Singh and Sanjay Dutt Burn the Dance Floor on 'Aari Aari';

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Success:આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે. ફિલ્મની આ જબરદસ્ત સફળતા વચ્ચે રણવીર સિંહ અને સંજય દત્ત પહેલીવાર કોઈ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા. મુંબઈમાં બિઝનેસમેન મોહિત કંબોજની પુત્રી મિશકા કંબોજની શાનદાર બર્થડે પાર્ટીમાં આ જોડીએ પોતાની એનર્જીથી આખી મહેફિલ લૂંટી લીધી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર સિંહ તેના ફિલ્મી પાત્ર હમઝા અલી મઝારી (જસકીરત સિંહ રંગી) ના અંદાજમાં જોવા મળ્યો હતો, જ્યારે સંજય દત્તે ચૌધરી અસલમ ની શૈલીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રણવીર ડેનિમ અને લેધર જેકેટમાં કૂલ લૂકમાં હતો, જ્યારે સંજય દત્ત ટ્રેડિશનલ કુર્તામાં સજ્જ હતા.

આ સમાચાર પણ વાંચો :  Sara Arjun Big Project: બોલિવૂડમાં સારા અર્જુનનો દબદબો! ઝોયા અખ્તરના મોટા પ્રોજેક્ટમાં મળી એન્ટ્રી, જાણો કયા સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરશે અભિનેત્રી

‘આરી આરી’ ગીત પર રણવીરનું રેપ

પાર્ટીનો માહોલ ત્યારે વધુ ગરમાયો જ્યારે રણવીર સિંહે સ્ટેજ પર જઈને માઈક હાથમાં લીધું અને ફિલ્મનું હિટ ગીત ‘આરી આરી’ ના રેપ પર લિપ-સિંક કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન સંજય દત્ત પણ તેની સાથે સ્ટેજ પર ઠુમકા લગાવતા અને રણવીરનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંનેના પાત્રો વચ્ચે જેવું ટ્યુનિંગ જોવા મળ્યું હતું, તેવી જ મિત્રતા રિયલ લાઈફમાં પણ કેમેરામાં કેદ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


હમઝા અને અસલમનો આ વીડિયો વાયરલ થતા જ ફેન્સે કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે. એક યુઝરે લખ્યું, “હમઝા અલી મઝારી અને અસલમે તો કમાલ કરી દીધી!”, તો બીજાએ લખ્યું, “રણવીર અને સંજય જેવી એનર્જી કોઈમાં નથી.” લોકો આ જોડીના ઓફ-સ્ક્રીન બોન્ડિંગના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More