Donald Trump:‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાની નજર: ‘અમે વિજેતા છીએ’ કહી ટ્રમ્પે ટોલ ટેક્સ લેવાની કરી જાહેરાત, વૈશ્વિક વેપારમાં હડકંપ.

Trump’s Bold Move: US to Collect Toll from Ships Passing Through Strait of Hormuz; Claims Victory Over Iran
Trump’s Bold Move: US to Collect Toll from Ships Passing Through Strait of Hormuz; Claims Victory Over Iran

News Continuous Bureau | Mumbai

Donald Trump:ઈરાન સાથેના વધતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીને લઈને નવો વિવાદ છેડ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાનને હોર્મુઝમાં ટેક્સ લેવાની મંજૂરી આપશે, ત્યારે તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું, “અમે પોતે જ ટોલ કેમ ન લઈએ? હું તેમને શુલ્ક લેવા દેવાને બદલે પોતે લેવાનું પસંદ કરીશ. અમે વિજેતા છીએ અને આ યુદ્ધ અમે જીતી લીધું છે.”

હોર્મુઝ પર અમેરિકાના કબજાનો દાવો

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે માત્ર ‘મનોવૈજ્ઞાનિક યુદ્ધ’ રમી રહ્યું છે. તેમણે ઈરાનની પાણીમાં માઈન્સ બિછાવવાની ધમકીઓને નકારી કાઢતા કહ્યું કે અમેરિકા પાસે હવે એક એવી યોજના છે જેના હેઠળ હોર્મુઝ પર અમારું નિયંત્રણ હશે અને ત્યાંથી પસાર થતા જહાજોએ અમેરિકાને ટોલ આપવો પડશે. જોકે, હકીકત એ છે કે ઈરાને હજુ પણ આ માર્ગ પર નાકાબંધી ચાલુ રાખી છે અને અમેરિકી ફાઈટર જેટ્સને પણ નિશાન બનાવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market Crash:શેરબજાર અપડેટ: યુદ્ધના ભણકારા વચ્ચે સેન્સેક્સમાં મોટી ઉથલપાથલ, 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી ગ્રીન ઝોનમાં પહોંચ્યું માર્કેટ.

 શા માટે હોર્મુઝ આટલું મહત્વનું છે?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જે ખાડી દેશોને હિંદ મહાસાગર સાથે જોડે છે. યુદ્ધ પહેલા દુનિયાનો લગભગ 20 ટકા તેલ અને ગેસ (LNG) નો પુરવઠો આ રસ્તેથી પસાર થતો હતો. ઈરાન અને ઓમાનની સરહદમાં આવતા આ માર્ગ પર ઈરાને હાલમાં અવરજવર બંધ કરી દીધી છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન બિનશરતી આ રસ્તો ખોલી નાખે, અન્યથા તેના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર ભયાનક હુમલા કરવામાં આવશે.

 ટ્રમ્પનું અલ્ટીમેટમ અને વિરોધાભાસી નિવેદનો

ટ્રમ્પના આ નિવેદને ખુદ અમેરિકામાં પણ આશ્ચર્ય પેદા કર્યું છે. એક તરફ તેઓ ઈરાનને તબાહ કરવાની ધમકી આપી રહ્યા છે, તો બીજી તરફ યુદ્ધ લગભગ ખતમ થઈ ગયું હોવાનો દાવો કરી રહ્યા છે. તાજેતરમાં જ ઈરાને અમેરિકાના A-10 ફાઈટર પ્લેનને તોડી પાડ્યાનો વીડિયો વાયરલ થયો હતો, જે ટ્રમ્પના ‘વિજય’ના દાવા પર સવાલ ઉભા કરે છે. આમ છતાં, ટ્રમ્પ પોતાની શરતો મનાવવા માટે ઈરાન પર દબાણ વધારી રહ્યા છે.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!