Ramayan| જટાયુ બનશે અમિતાભ અને રાવણ બનશે યશ નિતીશ તિવારીની ‘રામાયણ’ના આ ઐતિહાસિક સીન માટે થઈ રહી છે ખાસ તૈયારી

Ramayan| ૪૦૦૦ કરોડના બજેટની ફિલ્મમાં ‘પુષ્પક વિમાન’ પર જોવા મળશે યશનો સૌથી ફેવરિટ એક્શન સીન; બિગ બી જટાયુના પાત્રને આપશે અવાજ

by Zalak Parikh
Ramayan| જટાયુ બનશે અમિતાભ અને રાવણ બનશે યશ નિતીશ તિવારીની ‘રામાયણ’ના આ ઐતિહાસિક સીન માટે થઈ રહી છે ખાસ તૈયારી

 

News Continuous Bureau | Mumbai

Ramayan| રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવી રહેલા સાઉથ સુપરસ્ટાર યશે તાજેતરમાં જ ફિલ્મના સૌથી મોટા અને તેના પ્રિય એક્શન સીન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ સીનમાં યશ એટલે કે રાવણની ટક્કર જટાયુ સાથે થતી જોવા મળશે.

જટાયુ સાથે રાવણની ખતરનાક ટક્કર

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં યશે જણાવ્યું કે ફિલ્મમાં તેનો સૌથી યાદગાર અને ગ્રાન્ડ એક્શન સિક્વન્સ જટાયુ સાથેનો છે. યશના જણાવ્યા મુજબ, “આ યુદ્ધ પક્ષીઓના રાજા જટાયુ અને લંકાપતિ રાવણ વચ્ચે આકાશમાં થશે. આ સીન અદભૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં આકાશમાં ઉડતું પુષ્પક વિમાન અને વિશાળકાય જટાયુ વચ્ચેનો સંઘર્ષ કોઈ જાદુ જેવો અનુભવ કરાવશે.”

અમિતાભ બચ્ચન અને યશ વચ્ચેની ટક્કરનો ‘પેચ’

આ સીનમાં સૌથી મોટો વળાંક એ છે કે જટાયુનું પાત્ર સીજીઆઈ (CGI) દ્વારા બનાવવામાં આવ્યું છે, પરંતુ તેને દમદાર અવાજ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આપવાના છે. રિપોર્ટ્સ મુજબ, જટાયુના પાત્રમાં લાગણીઓ દર્શાવવા માટે બિગ બીની આંખોને સ્કેન કરવામાં આવી છે. એટલે કે, પડદા પર યશ ભલે પક્ષી સાથે લડતો દેખાય, પરંતુ તેની પાછળની તાકાત અને અવાજ અમિતાભ બચ્ચનનો હશે. આ સીધો મુકાબલો નહીં હોવા છતાં, દર્શકો બંને દિગ્ગજો વચ્ચેની ટક્કરનો રોમાંચ અનુભવી શકશે.

રામાયણની રિલીઝ અને બજેટ

‘રામાયણ’ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે. આશરે ૪૦૦૦ કરોડના જંગી બજેટ સાથે બની રહેલી આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬માં દિવાળી ના અવસરે રિલીઝ થશે, જ્યારે બીજા ભાગ માટે ચાહકોએ ૨૦૨૭ સુધી રાહ જોવી પડશે. ફિલ્મમાં રણબીર કપૂર ‘શ્રી રામ’ અને સાઈ પલ્લવી ‘માતા સીતા’ ના રોલમાં જોવા મળશે. યશ માત્ર આ ફિલ્મમાં રાવણ જ નથી બન્યો, પરંતુ તે આ પ્રોજેક્ટમાં કો-પ્રોડ્યુસર તરીકે પણ જોડાયેલો છે.

👉 આ સમાચાર વાચો:
Aditya Dhar Dhurandhar 2 Court Case| ‘ધુરંધર 2’ ના ડાયરેક્ટર આદિત્ય ધરની મોટી જીત કર્ણાટક હાઈકોર્ટે સ્ક્રિપ્ટ ચોરીના કેસમાં આપી મોટી રાહત, સેન્સર સર્ટિફિકેટ રદ કરવાની અરજી ફગાવી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More