West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ

West Bengal CM Race।સીએમ પદ માટે ખેંચતાણ શુભેન્દુ અધિકારી પ્રબળ દાવેદાર, પણ અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીના નામ પણ રેસમાં; અમિત શાહ અને મોહન ચરણ માઝી નિરીક્ષક તરીકે લેશે નિર્ણય.

by Zalak Parikh
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ

 

News Continuous Bureau | Mumbai

West Bengal CM Race। પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મમતા બેનર્જીને હરાવ્યા બાદ હવે ભાજપમાં મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આગામી એકબે દિવસમાં મોટી બેઠક કરી શકે છે. જોકે શુભેન્દુ અધિકારી સૌથી આગળ ગણાય છે, પરંતુ મહિલા કાર્ડ રમીને ભાજપ સૌને ચોંકાવી શકે છે.

મુખ્યમંત્રી પદની રેસમાં આ મહિલા નેતાઓ મોખરે

મુખ્યમંત્રી પદ માટે અગ્નિમિત્રા પોલનું નામ ખૂબ ચર્ચામાં છે. ફેશન ડિઝાઈનરમાંથી નેતા બનેલા અગ્નિમિત્રાએ આસનસોલ દક્ષિણ બેઠક પરથી 40 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. તે અગાઉ મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. બીજી તરફ, ‘મહાભારત’ની દ્રૌપદી તરીકે જાણીતા રૂપા ગાંગુલી પણ મજબૂત દાવેદાર છે. તેમણે સોનારપુર દક્ષિણ બેઠક પરથી ટીસીએમ ઉમેદવારને 35 હજાર મતોથી હરાવ્યા છે. તેઓ રાજ્યસભાના સાંસદ તરીકેનો અનુભવ પણ ધરાવે છે.

શુભેન્દુ અધિકારી અને અન્ય મજબૂત ચહેરાઓ

મમતા બેનર્જીને નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર હરાવનાર શુભેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદ માટેના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમને દિલ્હી બોલાવવામાં આવી શકે છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય, પૂર્વ પ્રમુખ દિલીપ ઘોષ અને RSS ના મોટા ચહેરા ગણાતા ઉત્પલ મહારાજના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

અમિત શાહને સોંપાઈ મહત્વની જવાબદારી

ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સહ-નિરીક્ષક તરીકે બંગાળ જશે. આ નિરીક્ષકો નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે વાતચીત કરીને હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે, ત્યારબાદ મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
West Bengal Post Poll Violence| બંગાળમાં ‘બુલડોઝર એક્શન’થી રાજકારણ ગરમાયું TMC કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, બંગાળમાં સ્થિતિ તણાવપૂર્ણ

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More