Dhurandhar 2 Box Office| ૮મા બુધવારે ‘ધુરંધર 2’ની ગતિ ધીમી પડી, પણ બોક્સ ઓફિસ પર હજુય દબદબો યથાવત

Dhurandhar 2 Box Office| ૫૬ દિવસ બાદ પણ ફિલ્મ હાર માનવા તૈયાર નથી; અત્યાર સુધીમાં ૧,૧૪૩ કરોડથી વધુનું નેટ કલેક્શન, આદિત્ય ધરની સ્ક્રિપ્ટ ચોરીના વિવાદમાં કોર્ટે સંભળાવ્યો મોટો ફેંસલો.

by Zalak Parikh
Dhurandhar 2 Box Office| ૮મા બુધવારે ‘ધુરંધર 2’ની ગતિ ધીમી પડી, પણ બોક્સ ઓફિસ પર હજુય દબદબો યથાવત

 

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Box Office| રણવીર સિંહ, સંજય દત્ત અને આર. માધવન સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. રિલીઝના ૫૬ દિવસ વીતી ગયા હોવા છતાં આ ફિલ્મ સિનેમાઘરોમાં ટકી રહી છે. જોકે, સમયની સાથે કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં આ ફિલ્મે અનેક કલાકારોની કિસ્મત ચમકાવી દીધી છે. આઠમા અઠવાડિયાના બુધવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કુલ આંકડા હજુ પણ ચોંકાવનારા છે.

૫૬મા દિવસનું કલેક્શન અને કુલ કમાણી

ફિલ્મ ‘ધુરંધર 2’ એ ૫૬મા દિવસે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં અંદાજે ૫ લાખ રૂપિયાની કમાણી કરી છે.અત્યાર સુધીમાં ફિલ્મના ૨૩૭ શો બતાવવામાં આવ્યા છે. ફિલ્મના અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો, ‘ધુરંધર 2’નું ઈન્ડિયન ગ્રોસ કલેક્શન ૧,૩૬૯.૦૪ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે નેટ કલેક્શન ૧,૧૪૩.૮૯ કરોડના આંકડાને સ્પર્શી ગયું છે. રાત સુધીમાં આ આંકડાઓમાં હજુ વધારો થઈ શકે છે.

વીક ડેઝમાં કમાણીની રફ્તાર ધીમી પડી

મંગળવારે ફિલ્મે ૪૦ લાખ રૂપિયાની સારી કમાણી કરી હતી, પરંતુ બુધવારે હાલત થોડી પસ્ત જોવા મળી રહી છે. અત્યારે ફિલ્મ રોજની ૧ કરોડથી ઓછી કમાણી કરી રહી છે, તેમ છતાં તે ‘ભૂત બંગલા’ અને ‘રાજા શિવાજી’ જેવી નવી ફિલ્મોને કડી ટક્કર આપી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સુપડા સાફ’ થવા છતાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહી છે.

સ્ક્રિપ્ટ ચોરી વિવાદમાં આદિત્ય ધરની જીત

ફિલ્મની સફળતા વચ્ચે મેકર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ફિલ્મમેકર સંતોષ કુમારે આદિત્ય ધર પર સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને તેમને ‘ચોર’ કહ્યા હતા. આ મામલે મુંબઈ હાઈકોર્ટે આદિત્ય ધરના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે સંતોષ કુમારને તેમના ‘ચોર’ વાળા નિવેદન બદલ માફી માંગવાનો આદેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, સંતોષ કુમારે માફી માંગી લીધી છે, જેનાથી મેકર્સમાં ખુશીનો માહોલ છે.

👉 આ સમાચાર વાચો:
Reel vs Real| ફિલ્મોમાં ગ્લાસમાં દેખાતો દારૂ અસલી હોય છે કે નકલી? જાણો બોલીવુડમાં નશાના સીન્સ કેવી રીતે શૂટ કરવામાં આવે છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More