Marco Rubio China Entry Ban 2026| માર્કો રુબિયોની ચીન યાત્રામાં મોટો ટ્વિસ્ટ ડ્રેગનના દેશમાં એન્ટ્રી લેવા બદલવું પડ્યું નામ!

Marco Rubio China Entry Ban 2026| પ્રતિબંધિત હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચીન પહોંચ્યા વિદેશ મંત્રી માર્કો રુબિયો; "માર્કો લૂ" નામનો સહારો લઈ એન્ટ્રી મેળવી હોવાનો રિપોર્ટમાં દાવો.

by Zalak Parikh
Marco Rubio China Entry Ban 2026| માર્કો રુબિયોની ચીન યાત્રામાં મોટો ટ્વિસ્ટ ડ્રેગનના દેશમાં એન્ટ્રી લેવા બદલવું પડ્યું નામ!

 

News Continuous Bureau | Mumbai

Marco Rubio China Entry Ban 2026| અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ત્રણ દિવસીય ચીન પ્રવાસે છે, પરંતુ આ પ્રવાસમાં સૌથી વધુ ચર્ચા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, ચીને વર્ષ ૨૦૨૦માં માર્કો રુબિયો પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ છતાં તેઓ ટ્રમ્પ સાથે બેજિંગ પહોંચવામાં સફળ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ મુશ્કેલીનો ઉકેલ એક ખાસ ડિપ્લોમેટિક રસ્તા દ્વારા કાઢવામાં આવ્યો છે.

શા માટે રુબિયો પર પ્રતિબંધ હતો?

વર્ષ ૨૦૨૦માં જ્યારે માર્કો રુબિયો અમેરિકી સેનેટર હતા, ત્યારે તેમણે ચીન પર ઉઇગર મુસ્લિમ સમુદાયના દમન અને માનવાધિકાર ઉલ્લંઘનના ગંભીર આરોપો લગાવ્યા હતા. રુબિયોએ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી પર “નરસંહાર” અને સાંસ્કૃતિક ઓળખ મિટાવવાના પ્રયાસોનો આરોપ લગાવતા ચીન લાલચોળ થયું હતું અને તેમના પર ચીનમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.

“માર્કો રુબિયો” માંથી કેવી રીતે બન્યા “માર્કો લૂ”?

AFP ના અહેવાલ મુજબ, આ પ્રતિબંધમાંથી બચવા માટે એક “ડિપ્લોમેટિક વર્કઅરાઉન્ડ” (રાજદ્વારી તોડ) કાઢવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનમાં પ્રવેશ માટે દસ્તાવેજોમાં તેમનું નામ બદલીને “માર્કો લૂ” (Marco Lu) કરવામાં આવ્યું હતું. પ્રતિબંધ તેમના મૂળ નામ “Marco Rubio” પર હતો, તેથી ચીની ઉચ્ચારણવાળા સરનેમ “Lu” નો ઉપયોગ કરીને તેમને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું મનાય છે.

ચીનનું સત્તાવાર વલણ

જોકે, ચીને સત્તાવાર રીતે એ વાતનો સ્વીકાર નથી કર્યો કે નામ બદલવાને કારણે તેમને પ્રવેશ મળ્યો છે. બેજિંગ સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ માત્ર એટલું જ કહ્યું કે, “પ્રતિબંધ તત્કાલીન સેનેટર રુબિયોના ચીન વિરોધી નિવેદનો અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો.” બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ પ્રવાસમાં મુખ્યત્વે વેપાર અને આર્થિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યારે રુબિયોની હાજરીએ આ પ્રવાસને વધુ ચર્ચિત બનાવી દીધો છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Vegetable Price Hike| મરચું ઝણઝણશે અને ટોમેટા રડાવશે મુંબઈથાણેમાં શાકભાજીના ભાવ આસમાને, જાણો આજનો લેટેસ્ટ ભાવ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More