Congress Attack PM Modi Fuel Price Hike। પેટ્રોલડીઝલના ભાવ વધારા પર વિપક્ષ લાલચોળ કોંગ્રેસે પીએમ મોદીને કહ્યા ‘મોંઘવારી મેન’, અખિલેશે કર્યો કટાક્ષ

Congress Attack PM Modi Fuel Price Hike। ૪૮ કલાકમાં સોનું, દૂધ અને ઈંધણ મોંઘા થતાં રાજકારણ ગરમાયું; કોંગ્રેસે કહ્યું ‘ચૂંટણી પૂરી થતાં જ મોદીની વસૂલાત શરૂ’, અખિલેશ યાદવે સાયકલ ચલાવવાની આપી સલાહ.

by Janvi Soni
Congress Attack PM Modi Fuel Price Hike।  પેટ્રોલડીઝલના ભાવ વધારા પર વિપક્ષ લાલચોળ કોંગ્રેસે પીએમ મોદીને કહ્યા ‘મોંઘવારી મેન’, અખિલેશે કર્યો કટાક્ષ

 

News Continuous Bureau | Mumbai

Congress Attack PM Modi Fuel Price Hike। દેશમાં છેલ્લા ૪૮ કલાકમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ના ભાવમાં થયેલા તોતિંગ વધારા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષી પક્ષોએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા તેમને ‘મહેંગાઈ મેન’ (મોંઘવારી મેન) તરીકે સંબોધ્યા છે, તો સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે.

‘ચૂંટણી ખતમ – મોદીની વસૂલાત શરૂ’ : કોંગ્રેસ

દેશના ૪ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ઇંધણના ભાવ વધારવામાં આવ્યા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “‘મોંઘવારી મેન’ મોદીએ આજે ​​ફરી એકવાર જનતા પર હન્ટર ચલાવ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૩-૩ રૂપિયા અને સીએનજીમાં ૨ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. ચૂંટણી પૂરી થતાં જ મોદીની વસૂલાત શરૂ થઈ ગઈ છે.”

અખિલેશ યાદવનો ‘ત્રિપલ એટેક’ પર કટાક્ષ

મોંઘવારીના આ ‘ત્રિપલ એટેક’ (પેટ્રોલ, ડીઝલ અને સીએનજી) પર કટાક્ષ કરતા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, “જો હવે દેશમાં આગળ વધવું હોય તો સાયકલ જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.” વિપક્ષી નેતાઓનું કહેવું છે કે મિડલ ઈસ્ટ સંકટનું બહાનું કાઢીને સામાન્ય જનતા પર ટેક્સ અને મોંઘવારીનો અસહ્ય બોજ નાખવામાં આવી રહ્યો છે, જેનાથી સામાન્ય માણસનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

ચોતરફી મોંઘવારીથી જનતા પરેશાન

નોંધનીય છે કે માત્ર ઇંધણ જ નહીં, પરંતુ સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારતા તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જ્યારે અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં પણ લિટર દીઠ ૨ રૂપિયાનો વધારો કર્યો છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં શાકભાજીના ભાવ ગરમી અને સપ્લાયના કારણે ૫૦% સુધી વધી ગયા છે. વિપક્ષ હવે આ તમામ મુદ્દાઓને લઈને દેશભરમાં પ્રદર્શનો કરવાની તૈયારી કરી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
US China Meet। જિનપિંગે ટ્રમ્પને આપ્યું મોટું વચન! ઈરાનને હથિયાર આપવાનું ચીન કરશે બંધ; ટ્રમ્પના એક નિવેદનથી ઈઝરાયેલહમાસ યુદ્ધમાં નવો વળાંક

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More