US Iran Airstrikes 2026| અમેરિકાના મિસાઇલ એટેકથી ધ્રુજ્યું ઈરાનનું બંદર અબ્બાસ, દરિયાઈ માર્ગે માઇન્સ બિછાવતી આખી સિન્ડિકેટ ખતમ

US Iran Airstrikes 2026| યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સેલ્ફડિફેન્સમાં કરી મોટી સૈન્ય કાર્યવાહી; મિલાસઈલ લોન્ચ સાઇટ્સ અને આઈઆરજીસી (IRGC) ના ઠેકાણાઓને કર્યા નેસ્તનાબૂદ

by Akash Rajbhar
US Iran Airstrikes 2026| અમેરિકાના મિસાઇલ એટેકથી ધ્રુજ્યું ઈરાનનું બંદર અબ્બાસ, દરિયાઈ માર્ગે માઇન્સ બિછાવતી આખી સિન્ડિકેટ ખતમ

News Continuous Bureau | Mumbai

US Iran Airstrikes 2026| વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. દક્ષિણ ઈરાનમાં મંગળવારે વહેલી સવારે અમેરિકન સેનાએ મોટા પાયે ઈરાની સૈન્ય ઠેકાણાઓ અને નૌકાઓ પર ભયાનક હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકી સૈનિકો અને યુદ્ધ જહાજોની સુરક્ષા માટે કરવામાં આવી છે. આ હુમલામાં મિલાસઈલ લોન્ચ સાઇટ્સ અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની તે બોટોને નિશાન બનાવવામાં આવી હતી, જે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં દરિયાઈ બારુદી સુરંગો (માઈન્સ) બિછાવવાનો પ્રયાસ કરી રહી હતી.

અમેરિકી સૈનિકોની રક્ષા માટે સેલ્ફ-ડિફેન્સ સ્ટ્રાઇક્સ

સેન્ટકોમ (CENTCOM) ના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે આ સૈન્ય એક્શન અંગે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, અમેરિકી દળોએ દક્ષિણ ઈરાનમાં સેલ્ફ-ડિફેન્સ સ્ટ્રાઇક્સ (આત્મરક્ષા માટેના હુમલા) ને અંજામ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકી સેનાએ તે તમામ જોખમોને નિષ્ક્રિય કરી દીધા છે જે ઈરાની દળો તરફથી ઉભા કરવામાં આવી રહ્યા હતા. અમેરિકા હાલના યુદ્ધવિરામ (સીઝફાયર) દરમિયાન સંપૂર્ણ સંયમ જાળવી રહ્યું છે, પરંતુ પોતાના સૈનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આવા કડક અને જરૂરી પગલાં લેવામાં ક્યારેય પાછળ નહીં હટે.

દરિયાઈ માર્ગે માઈન્સ બિછાવતી બોટોને અમેરિકી વાયુસેનાએ ઉડાવી

અમેરિકી સૈન્ય અધિકારીઓના દાવા અનુસાર, આ કાર્યવાહીની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈરાનની બે આઈઆરજીસી બોટોને હોર્મુઝ સ્ટ્રેટમાં ગેરકાયદેસર રીતે માઈન્સ બિછાવતી જોવામાં આવી હતી. આ જોતા જ અમેરિકી નૌકાદળ અને વાયુસેનાએ તાત્કાલિક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બંને બોટોને દરિયામાં જ તબાહ કરી દીધી હતી. આ ઉપરાંત, અમેરિકી સેનાએ ઈરાનના બંદર અબ્બાસ વિસ્તારમાં આવેલી સરફેસ-ટુ-એર મિસાઈલ (SAM) સાઈટ પર પણ બોમ્બમારો કર્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે આ મિસાઈલ સાઈટે અમેરિકી લડાકુ વિમાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં મિસાઈલ લોન્ચર અને સૈન્ય માળખાને તોડી પાડવામાં આવ્યા છે.

ઈરાનના અનેક વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટો

ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આ હુમલો મર્યાદિત દાયરામાં રાખવામાં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય ઈરાન સાથેના સંઘર્ષને વધુ વધારવાનો નથી. આ એક્શન કોઈ યુદ્ધવિરામ સમાપ્ત થવાનો સંકેત નથી. જો કે, આ ઘટનાના કારણે ખાડી વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાની મીડિયાએ પણ બંદર અબ્બાસ, સીરિક અને જાસ્ક નજીક જોરદાર ધડાકા થયા હોવાની પુષ્ટિ કરી છે. આ તમામ વિસ્તારો હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ આવેલા છે, જ્યાંથી દુનિયાના મોટા ભાગના દેશોનો તેલ અને ગેસનો નિકાસ પસાર થાય છે. હાલ પૂરતી સૈન્ય કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ અમેરિકી દળો હજુ પણ હાઈ એલર્ટ પર છે.

👉 આ સમાચાર વાચો:
Petrol Diesel Price Hike India| ઇંધણના ભાવમાં ભયાનક ભડકો! ૧૨ દિવસમાં ચોથો મોટો ઝટકો, પેટ્રોલડીઝલ અને CNG ના ભાવ આસમાને; જુઓ આજના લેટેસ્ટ રેટ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More