Afghanistan Airstrike In Pakistan પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું! અફઘાનિસ્તાને સરહદ પાર કરી સેના મોકલી કે ડ્રોન? જાણો પાકિસ્તાન પર થયેલી એરસ્ટ્રાઈકની પળેપળની વિગત

Afghanistan Airstrike In Pakistan પાકિસ્તાનના હુમલાનો તાલિબાને આપ્યો જડબાતોડ જવાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સેન્ય કાર્યવાહીથી યુદ્ધનો ખતરો વધ્યો

by kalpana Verat
Afghanistan Airstrike In Pakistan  પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું! અફઘાનિસ્તાને સરહદ પાર કરી સેના મોકલી કે ડ્રોન? જાણો પાકિસ્તાન પર થયેલી એરસ્ટ્રાઈકની પળેપળની વિગત

 

News Continuous Bureau | Mumbai

Afghanistan Airstrike In Pakistan પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત તણાવપૂર્ણ સ્તરે પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને આતંકી સંગઠન આઈએસઆઈએસકે (ISISK) ના ઠેકાણાઓ પર મોટી એરસ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાન દ્વારા બે દિવસ પહેલા અફઘાનિસ્તાન પર કરાયેલા હવાઈ હુમલાના જવાબમાં તાલિબાને આ મોટો પલટવાર કર્યો છે.

Afghanistan Airstrike In Pakistan – તાલિબાનના ડ્રોન હુમલામાં આતંકીઓનું ગુપ્ત ઠેકાણું બનેલી સ્કૂલ થઈ ધ્વસ્ત

અફઘાનિસ્તાનની ન્યૂઝ ચેનલ ના અહેવાલ મુજબ, આ મોટી સૈન્ય કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કરવામાં આવી છે. તાલિબાનના ડ્રોન વિમાનોએ સીધા એ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. ખૈબર પખ્તુનખ્વાના સરન વિસ્તારમાં તો આતંકીઓનું ગુપ્ત આશ્રયસ્થાન બનેલી એક સ્કૂલને કાટમાળમાં ફેરવી દેવામાં આવી છે. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલામાં ઘણા આતંકીઓ માર્યા ગયા છે, જ્યારે કોઈ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.

Afghanistan Airstrike In Pakistan – ૨૮થી વધુ નિર્દોષ નાગરિકોના મોતનો તાલિબાને લીધો બદલો

તાલિબાનનું આ મોટું એક્શન રવિવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી બોમ્બમારોનું પરિણામ માનવામાં આવે છે. બે દિવસ પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને તાબડતોડ હવાઈ હુમલા કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર (UNAMA) ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની એ કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૨૮ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે અફઘાનિસ્તાનના સરકારી પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે મૃતકોની સંખ્યા ૩૮ જણાવી હતી, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. તાલિબાનનો આ તાજો હુમલો પાકિસ્તાનને સીધો અને કરારો જવાબ છે.

Afghanistan Airstrike In Pakistan – ભારતે પાકિસ્તાનની કરી આકરી નિંદા, વિસ્તારમાં તણાવ વધ્યો

સોમવારે ભારતે પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને અફઘાનિસ્તાન પર થયેલા પાકિસ્તાની હુમલાની આકરી નિંદા કરી છે. ભારતનું કહેવું છે કે કોઈ બીજા દેશની સરહદમાં ઘૂસીને હુમલો કરવો એ તેની સાર્વભૌમત્વનું સીધું ઉલ્લંઘન છે, જેનાથી સમગ્ર વિસ્તારની શાંતિ જોખમાય છે. ભારતે સાફ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે પાડોશીઓ પર આવા હુમલા કરતું રહ્યું છે. હાલમાં આ તાજી એરસ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાના યુદ્ધનો ખતરો વધી ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Ram Temple Donation Fraud Probe અયોધ્યા રામ મંદિર ચંદા ચોરી મામલો બેંક ઓફ બરોડાની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More