News Continuous Bureau | Mumbai
Education Budget Share In Modi Govt દેશમાં NEET પરીક્ષા ગેરરીતિ અને યુવા આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ અને બજેટ ફાળવણી (Budget Allocation) પર મોટો સવાલ ઊભો થયો છે. કેન્દ્રીય બજેટના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે મોદી સરકારના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન કુલ બજેટમાં શિક્ષણ મંત્રાલયનો ટકાવારી હિસ્સો (Share in Union Budget) ઘટીને અડધો રહી ગયો છે. બીજી તરફ, રસ્તા અને નેશનલ હાઇવે (National Highways) ના નિર્માણ પાછળનો ખર્ચ ત્રણ ગણાથી પણ વધુ વધી ગયો છે, જેનાથી દેશના વિકાસ મોડેલ અંગે નવી રાજકીય અને આર્થિક ચર્ચા શરૂ થઈ છે.
Education Budget Share In Modi Govt – કુલ બજેટમાં શિક્ષણ ક્ષેત્રનો હિસ્સો ૪.૬% થી ઘટીને ૨.૫% થયો
નાણા મંત્રાલયના (Ministry of Finance) વિશ્લેષણાત્મક ડેટા અનુસાર, યુપીએ (UPA) શાસનકાળના અંતિમ વર્ષ ૨૦૧૩-૧૪ માં કુલ કેન્દ્રીય બજેટમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણી ૪.૬% હતી, જે ઘટીને અત્યારે ૨.૫% થી ૨.૬% ની આસપાસ આવી ગઈ છે. આંકડાકીય દ્રષ્ટિએ શાળા શિક્ષણ વિભાગ (Department of School Education) નો હિસ્સો બમણાથી પણ વધુ ઘટ્યો છે, જ્યારે ઉચ્ચ શિક્ષણનો હિસ્સો (Department of Higher Education) ૪૦% જેટલો ઓછો થયો છે. જાકે, સરકારની દલીલ છે કે રૂપિયાના મૂલ્યમાં (Absolute Terms) શિક્ષણ બજેટ ₹૬૮,૯૭૧ કરોડથી વધીને ₹૧.૩૯ લાખ કરોડને પાર પહોંચ્યું છે, પરંતુ કુલ સરકારી ખર્ચની સરખામણીએ શિક્ષણની પ્રાથમિકતા ઘટી હોવાનું સ્પષ્ટ થાય છે.
Education Budget Share In Modi Govt – રોડ અને રાજમાર્ગો પાછળનો ખર્ચ વધીને થયો ત્રણ ગણો
શિક્ષણ બજેટમાં ઘટાડાની સરખામણીએ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) ના બજેટમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. ૧૨ વર્ષ પહેલાં કેન્દ્રીય બજેટમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હિસ્સો માત્ર ૧.૮% હતો, જે વધીને હાલમાં ૫.૮% થી પણ વધુ થઈ ગયો છે. અગાઉના સમયમાં શિક્ષણ અને આરોગ્ય (Education and Health) બંને મંત્રાલયોનો સંયુક્ત હિસ્સો ૬.૫% હતો, જે હવે ઘટીને ૪.૫% રહી ગયો છે. અર્થાત્, હવે એકલા માર્ગ મંત્રાલયનું બજેટ દેશના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના સંયુક્ત બજેટ કરતાં પણ વધી ગયું છે.
Education Budget Share In Modi Govt – સ્કિલ ડેવલપમેન્ટ અને આર્થિક અસરો પર નિષ્ણાતોનો મંતવ્ય
‘સ્કિલ ઈન્ડિયા’ (Skill India) ના સરકારી દાવાઓ વચ્ચે કૌશલ્ય વિકાસ મંત્રાલય (Ministry of Skill Development) ના બજેટનો હિસ્સો પણ ૦.૦૬% થી ઘટીને ૦.૦૫% થઈ ગયો છે. અર્થશાસ્ત્રીઓ અને શિક્ષણવિદોનું માનવું છે કે માત્ર ભૌતિક માળખાકીય સુવિધાઓ (Physical Infrastructure) જેવી કે રોડ-રસ્તા કે બ્રિજ બનાવવાથી લાંબા ગાળાનો આર્થિક વિકાસ શક્ય નથી, જ્યાં સુધી માનવ સંસાધન (Human Capital) અને ઉચ્ચ શિક્ષણમાં પુરતું રોકાણ ન કરવામાં આવે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) માં શિક્ષણ પાછળ જીડીપીના ૬% ખર્ચ કરવાનો લક્ષ્યાંક હોવા છતાં, કેન્દ્ર અને રાજ્યોનો ભેગો ખર્ચ હજુ પણ જીડીપીના આશરે ૪.૧% ની આસપાસ અટકેલો છે.
👉 આ સમાચાર વાચો:
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા