News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) આજે 103માં સંવિધાન સંશોધનની માન્યતાને પડકાર આપતી અરજી પર પોતાના ચુકાદો આપ્યો છે. બંધારણીય બેંચે ચુકાદો આપ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ આર્થિક અનામત માન્ય છે અને આ અનામત ગેરબંધારણીય નથી. 5 જજોની બેંચમાંથી ચાર જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે CJI એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે SC/ST/OBC સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ આ ચુકાદો 4:1 થી આવ્યો એમ કહી શકાય. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી દેશભરમાં આર્થિક અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થયો છે.
કહેવાય છે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની દૂરગામી અસર પડશે. બંધારણમાં સામાજિક રીતે પછાત જાતિઓ અને જનજાતિઓને અનામત આપવાની જોગવાઈ છે. જે બાદ દેશમાં આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાની માંગ ઉઠી હતી. તેના માટે 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં ડબલ સીઝન- શહેરના આ બે વિસ્તારોમાં નોંધાયું અલગ અલગ તાપમાન
કેન્દ્ર સરકાર(Central govt)ના આ નિર્ણય વિરુદ્ધ 40 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ ઉદય લલિતે ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યા બાદ તરત જ આ કેસની બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી.
જણાવી દઈએ કે આ કેસની મેરેથોન સુનાવણી લગભગ સાત દિવસ સુધી ચાલી હતી, જ્યાં વરિષ્ઠ વકીલોએ અરજદારોની તરફેણમાં દલીલો કરી હતી, ત્યારબાદ (તત્કાલીન) એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ EWS ક્વોટાના બચાવમાં તેમની દલીલો રજૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: અંધેરીનો ગોખલે બ્રિજ 7 નવેમ્બરથી વાહન વ્યવહાર માટે રહેશે બંધ – હવે આ વૈકલ્પિક માર્ગ પરથી કરી શકશો મુસાફરી