News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ ગોખલે બ્રિજ(Gokhale bridge)ને ઓછામાં ઓછા બે વર્ષ સુધી તમામ વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પુલનો એક ભાગ 2018માં તૂટી પડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. દરમિયાન, અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ પુનઃનિર્માણ માટે સોમવાર 7 નવેમ્બરથી બંધ રહેશે.
થોડા દિવસો પહેલા મુંબઈ મહાનગરપાલિકા(BMC) અને મુંબઈ પોલીસે(Mumbai Police) આ પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ પુલ અંધેરી પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મુખ્ય અને ઉપનગરીય માર્ગ છે. નગરપાલિકા દ્વારા નિયુક્ત કન્સલ્ટન્સી ફર્મે ગોખલે બ્રિજને બંધ કરવાનું સૂચન કર્યું હતું કે તે વાહનોની અવરજવર માટે જોખમી અને અસુરક્ષિત છે. આ પછી પુનઃનિર્માણ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધી પુલને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંધેરીમાં ગોખલે બ્રિજ બંધ થવાને કારણે સર્જાયેલી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ટ્રાફિક માટે 6 વૈકલ્પિક માર્ગો આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો: માત્ર એક માસની બાળકીના પેટમાંથી મળી એવી વસ્તુ- કે ડોક્ટરો પણ થઈ ગયા અવાક- કહ્યું- આવો કેસ તો દુનિયામાં પહેલી વખત
ખાર સબવે(Khar Subway), ખાર
મિલન સબવે ફ્લાયઓવર(Milna Subway Flywover), સાંતાક્રુઝ
કેપ્ટન ગોરે ફ્લાયઓવર (વિલેપાર્લે ફ્લાયઓવર), વિલેપાર્લે
અંધેરી સબવે, અંધેરી, મુંબઈ
બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર, જોગેશ્વરી
મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર, ગોરેગાંવ