News Continuous Bureau | Mumbai
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે, જેના કારણે ઘણી નવીન કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. મુંબઈ સ્થિત ઇલેક્ટ્રિક વાહન કંપની PMV ઇલેક્ટ્રિક ટૂંક સમયમાં તેની પ્રથમ માઇક્રો ઇલેક્ટ્રિક કાર (EaS-E) લોન્ચ કરશે. PMVનું પ્રથમ વાહન 16 નવેમ્બર, 2022ના રોજ ભારતમાં બજારમાં આવશે.
PMV આ ઇલેક્ટ્રિક વાહન સાથે ભારતીય બજારમાં પર્સનલ મોબિલિટી વ્હીકલ (PMV) નામનું એક નવું સેગમેન્ટ બનાવવા જઈ રહી છે. કંપનીએ તેની ઓફિશિયલ વેબસાઇટ પર આ વાહન માટે બુકિંગ શરૂ કરી દીધું છે. એવો દાવો કરવામાં આવે છે કે કંપનીએ માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાંથી પણ એક વિશાળ પ્રી-ઓર્ડર બુક તૈયાર કરી છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન- વોટ્સઅપે સપ્ટેમ્બરમાં 26 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ- આ ભૂલ કરી તો તમારો નંબર પણ થઈ જશે બેન
ફૂલ ચાર્જમાં ચાલશે 200KM- PMV EAS-E માઇક્રો ઇલેક્ટ્રિક કાર 10 kW લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી દ્વારા સંચાલિત છે. આ બેટરી 15 kW (20 bhp) PMSM ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલ છે. આ વાહનનો ટોર્ક હજુ જાહેર થયો નથી પરંતુ ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક હશે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ, આ માઇક્રો ઇલેક્ટ્રિક કાર 120 કિમીની રેન્જ સાથે ત્રણ વેરિઅન્ટમાં આવશે. તેની રેન્જ 200 કિમી સુધીની હશે. કંપનીનો દાવો છે કે નવી માઈક્રો ઈલેક્ટ્રિક કાર તેના 3 kW AC ચાર્જરથી માત્ર 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક કારની લંબાઈ 2,915 mm, પહોળાઈ 1,157 mm અને ઊંચાઈ 1,600 mm છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની બ્રીચ કેન્ડીમાં દાખલ એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર – જાણો ક્યારે મળશે ડિસ્ચાર્જ
આ ઉપરાંત, તેનું વ્હીલબેઝ 2,087 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm હશે. ઇલેક્ટ્રિક કારનું કર્બ વજન લગભગ 550 કિલો છે. આ કારના ફીચર્સ વિશે વાત કરીએ તો, PMV EAS-Eમાં ડિજિટલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, એર કન્ડીશનીંગ, રીમોટ કીલેસ એન્ટ્રી અને રીમોટ પાર્ક આસિસ્ટ, ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ મળશે.
 
			         
			         
                                                        