News Continuous Bureau | Mumbai
બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી રંભા(Actress Rambha) વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રંભા ની કારને અકસ્માત(car accident) થયો છે. આ અકસ્માતમાં રંભાની કારના ભુક્કે ભુક્કા થઇ ગયા હતા. કારમાં અભિનેત્રીના બાળકો અને તેમની આયા પણ હાજર હતી. અભિનેત્રીની પુત્રીને હોસ્પિટલમાં દાખલ(hospital admit) કરવામાં આવી છે. અભિનેત્રી રંભાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ(Instagram) પર કાર અકસ્માતના આઘાતજનક સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. તેણે કારની તસવીરો પણ શેર કરી છે. ફોટામાં તમે જોઈ શકો છો કે રંભાની કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જો કે, તેણીને વધુ ઈજાઓ થઈ નથી.
પ્રશંસકો સાથે અકસ્માતના દુઃખદ સમાચાર શેર કરતા, રંભાએ તેની પોસ્ટમાં લખ્યું – ‘શાળામાંથી બાળકોને લાવતી વખતે અમારી કાર બીજી કાર સાથે અથડાઈ(accident).મારી સાથે કારમાં બાળકો અને આયા હતી. અમે બધા સુરક્ષિત છીએ.અમને નાની-મોટી ઈજાઓ થઈ છે. પરંતુ મારી નાની સાશા હજી હોસ્પિટલમાં(hospital) છે. કૃપા કરીને અમારા માટે પ્રાર્થના(pray) કરો. તમારી પ્રાર્થના અમારા માટે ખુબ મહત્વની છે.’ કારના ફોટા શેર કરવાની સાથે રંભાએ હોસ્પિટલના રૂમમાંથી તેની પુત્રીનો ફોટો પણ શેર કર્યો છે.રંભાની પુત્રી હોસ્પિટલના પલંગ પર પડેલી જોવા મળે છે. તબીબો(doctors) તેમની સારવાર કરી રહ્યા છે. રંભાએ ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા ને થઇ આ દુર્લભ બીમારી-પોસ્ટ શેર કરી વ્યક્ત કરી પોતાની પીડા
રંભાની પોસ્ટ પર કોમેન્ટ (comment)કરીને સેલેબ્સ અને ફેન્સ તેની હાલત પૂછી રહ્યા છે અને તેની દીકરીના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો રંભાને આ મુશ્કેલ સમયમાં મજબૂત બનવાની સલાહ પણ આપી રહ્યા છે. રંભાની પોસ્ટ સોશિયલ મીડિયા (social media)પર શેર કરવામાં આવી રહી છે. રંભાના અકસ્માતના સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે.