News Continuous Bureau | Mumbai
મોરબી(Morbi)માં રવિવારની સાંજે સર્જાયેલી દુર્ઘટના (Bridge collapse) માં અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મોત નિપજ્યા છે. મચ્છુ નદી(Machhu river) પર થયેલા આ ભયંકર અકસ્માતમાં ભાજપ સાંસદ મોહનભાઈ કુંડારિયા(BJP MP Mohanbhai Kundariya) ના 12 સ્વજનોના પણ મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. આર્મી, એરફોર્સ, નેવી અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજકોટ(Rajkot)ના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મે મારી બહેનના જેઠ એટલે કે મારા જીજાજીના ભાઈની 4 દીકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ગુમાવ્યા છે. આ એકદમ દુઃખદ છે.
આ સમાચાર પણ વાંચો : રોકડની લ્હાય ભારે પડી- માત્ર 17 રૂપિયામાં 100 લોકોની ક્ષમતા ધરાવતા બ્રિજ માટે કંપનીએ 650થી વધુ લોકોને આપી ટિકિટ- વાંચો સનસનીખેજ અહેવાલ
સાંસદ મોહનભાઈએ જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. હું ગઈકાલ સાંજથી અહીં છું. 100થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આ અકસ્માતનું સત્ય 100 ટકા બહાર આવશે. કારણ કે પીએમ મોદી(PM Modi) પણ આ બાબત પર સતત નજર રાખી રહ્યા છે. આખી રાત તેઓ ફોન પર તેમના વિશે સતત માહિતી મેળવતા રહ્યા છે.