News Continuous Bureau | Mumbai
ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવે છે.હવે આ શો તેના પંદર માં વર્ષ માં પ્રવેશી ચૂક્યું છે. આ શોમાં દરેક કેરેક્ટરે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જો કે હવે ઘણા કલાકારો એ આ શો ને અલવિદા કહી દીધુ છે અને બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવ્યો છે. જોકે શોને છોડનાર આ કલાકારો ની કિસ્મત ત્યાં ચમકી નથી શકી અને ન તો તેમને એ પ્રકાર ની પોપ્યુલારિટી મળી જે તેમને તારક મહેતા માંથી મળી હતી.
શૈલેશ લોઢા
શૈલેશ લોઢા 14 વર્ષ સુધી શોનો ભાગ રહ્યા. બાદમાં પ્રોડક્શન હાઉસ સાથે કંઈક અણબનાવ થતા તેમને અચાનક જ શોને અલવિદા કહી દીધુ અને કવિ સન્મેલનની શરૂઆત કરી. આજકાલ શૈલેશ લોઢા ‘વાહ ભાઈ વાહ’ કાર્યક્રમ માં જોવા મળી રહ્યા છે. પરંતુ આ શો માં તેમને એવી સ્ટારડમ નથી મળી રહી જેટલી તેમને તારક મહેતા માંથી મળતી હતી.
નેહા મહેતા
અભિનેત્રી નેહા મહેતા તારક મહેતા માં અંજલિ મહેતા ની ભૂમિકા ભજવતી હતી. શોની શરૂઆતથી જ નેહા તેનો ભાગ હતી. શો માં તે લેખક તારક મહેતા ની પત્ની ના રોલ માં જોવા મળી હતી. નેહા મહેતાએ શોના પ્રોડક્શન હાઉસ સાથે અણબનાવવા કારણે વર્ષ 2020માં શો ને અલવિદા કહી દીધું. તારક મહેતા છોડ્યા બાદ હાલ નેહા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટીવ છે.
ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધીએ તારક મહેતા માં ટપ્પુની ભુમિકા ભજવી હતી. લગભગ 8 વર્ષ સુધી શો સાથે જોડાઈ રહ્યા બાદ ભવ્ય ગાંધીએ શો ને અલવિદા કહી દીધું. બાદમાં ટપ્પુ નું સ્થાન 19 વર્ષના રાજ અનદકટે લીધું. આજે ભવ્ય ગાંધી ઈવેન્ટ્સ અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે. પરંતુ તેને તે પોપ્યુલારિટી ન મળી જે તારક મહેતા શોમાં તેને મળી હતી.
ગુરૂચરણ સિંહ
ગુરૂચરણ સિંહ ઉર્ફ સોઢી પણ ઘણા વર્ષો સુધી તારક મહેતા શોનો ભાગ રહ્યો હતો. જોકે ગુરૂચરણની પ્રોડક્શન ટીમ સાથે કોઈ અણબનાવ ને કારણે નહીં પરંતુ તેમના પિતાની તબિયત ખરાબ હોવાના કારણે તેમને આ શોને અલવિદા કહી દીધુ હતું. આજે ગુરૂચરણ સિંહ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી. તે પંજાબમાં રહીને પિતાની દેખરેખ કરી રહ્યા છે.
ઝીલ મહેતા
ટપ્પુ સેના માં યંગ સોનુની ભૂમિકામાં જોવા મળેલી ઝીલ મહેતાએ તારક મહેતા તેના અભ્યાસના કારણે છોડ્યું હતું. તેના માટે એક સાથે શો અને અભ્યાસ બન્ને કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. સેટ પર ભવ્ય ગાંધી અને સમય શાહ, કુશ સાથે તેની સારી મિત્રતા હતી. વર્ષ 2012માં નિધિ ભાનુશાલીએ ઝીલ મહેતાને રિપ્લેસ કરી હતી. આજના સમયમાં ઝીલ મહેતા નાના-મોટા કોમર્શિયલ એડ્સમાં જોવા મળે છે. તે ઉપરાંત અમુક ઈવેન્ટ્સમાં પણ તે ભાગ લે છે.
આ સમાચાર પણ વાંચો : શું તારક મહેતા- શોમાં જુના ટપ્પુની થશે એન્ટ્રી- અભિનેતા ભવ્ય ગાંધી એ આ વાત પરથી ઉચક્યો પડદો