News Continuous Bureau | Mumbai
5G સેવાઓના આગમન સાથે Jio એ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પરથી એક નહીં પરંતુ 12 પ્લાન હટાવી દીધા છે. આ તમામ પ્લાન Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. Jioએ રૂ. 151 થી રૂ. 3,119 સુધીના પ્લાન દૂર કર્યા છે. જેમાં નિયમિત રિચાર્જ પ્લાનથી લઈને ડેટા એડ-ઓનનો સમાવેશ થાય છે.
Jioના ઘણા રિચાર્જ પ્લાન સાથે, ગ્રાહકોને એક વર્ષ માટે Disney+ Hotstar મોબાઇલનું સબ્સ્ક્રિપ્શન મળે છે. કેટલાક પ્લાનમાં, આ સબસ્ક્રિપ્શન 3 મહિના માટે ઉપલબ્ધ છે. કંપનીએ એક ડઝન પ્લાન બંધ કર્યા હોવા છતાં, ડિઝની પ્લસ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન હજુ પણ બે પ્લાન સાથે ઉપલબ્ધ છે. બંને પ્લાન ખૂબ મોંઘા છે. જોકે આ બંનેમાં, વપરાશકર્તાઓને Disney+ Hotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મળે છે .આ ઑફર 1499 રૂપિયાના પ્લાન અને 4199 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે ઉપલબ્ધ છે. પહેલો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, જ્યારે બીજો પ્લાન એક વર્ષની વેલિડિટી સાથે આવે છે .
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ શક્તિશાળી દેશને મંદીનો છે ખતરો- દર મહિને ૧-૭૫ લાખ લોકો બેરોજગાર બનશે- આની ભારત પર શું થશે અસર
કંપનીએ આ પ્લાન્સ બંધ કર્યા છે
151 રૂપિયાનો ડેટા એડ ઓન પ્લાન
રૂ. 555 ડેટા એડ ઓન
રૂ. 659 ડેટા એડ ઓન
Disney+ Hotstar રિચાર્જ પ્લાન રૂ. 333
રૂ. 499 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રૂ. 583 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રૂ. 601 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રૂ. 783 રિચાર્જ પ્લાન
રૂ.799 રૂપિયાનો પ્લાન
રૂ.1066 રૂપિયાનો પ્લાન
રૂ. 2999 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રૂ. 3119 રૂપિયાનો રિચાર્જ પ્લાન
ઉલ્લેખનીય છે કે ભારતમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે. Jio અને Airtel પણ કેટલાક શહેરોમાં સેવાઓ શરૂ કરી છે. તેથી હવે સામાન્ય લોકો 5G નેટવર્ક મેળવવાની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ 5G સેવા શરૂ કરી હતી. એરટેલે તેની 5જી સેવા 8 શહેરોમાં શરૂ કરી છે. ઘણા મોબાઈલ ફોનમાં 5G નેટવર્ક પણ દેખાવા લાગ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ફ્લાઈટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા! પ્લેનમાં નશામાં ધૂત મુસાફરે આફત મચાવી- સામે આવ્યો ચોંકાવનારો મામલો