News Continuous Bureau | Mumbai
હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તે યાદીમાં શ્રીદેવીનું (Sridevi)નામ સૌથી ઉપર આવે છે. તેમના અભિનય, નૃત્ય(dancer) અને સુંદરતાના કારણે શ્રીદેવીને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર(female superstar) કહેવામાં આવતી હતી. તેમની એક ઝલકના લાખો ચાહકો હતા અને જ્યારે 54 વર્ષની વયે તેમનું નિધન(sudden death) થયું ત્યારે લાખો દિલ તૂટી ગયા હતા. આજે શ્રીદેવી આપણી સાથે નથી પરંતુ તે હંમેશા આપણા દિલમાં જીવશે. શ્રીદેવીએ વર્ષ 1996માં પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર(Producer) બોની કપૂર સાથે લગ્ન(marriage) કર્યા હતા.
એવું કહેવાય છે કે બોની કપૂર પહેલા શ્રીદેવીએ ટેનિસ ખેલાડી(tennis player) વિજય અમૃતરાજને ડેટ(Vijay Amrutraj date) કરી હતી અને તેમના અફેરની(affair) ઘણી ચર્ચાઓ થઈ હતી. થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ તેમના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. કહેવાય છે કે બંને લગ્ન કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ શ્રીદેવીએ તેમને ફગાવી દીધા.શ્રીદેવીનું નામ ઘણા સ્ટાર્સ(stars) સાથે જોડાયેલું છે. જીતેન્દ્ર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો સાથે તેના અફેરની ચર્ચાઓ પણ સામાન્ય હતી. મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે તેણે મિથુન ચક્રવર્તી સાથે પણ ગુપ્ત રીતે લગ્ન(secret marriage) કર્યા હતા, જોકે આ વાતની ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી. તેમના સંબંધોને લઈને ઘણા સમાચાર આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : શું દયાબેન ઉર્ફે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે- જેઠાલાલ અને સુંદર એ આપ્યું આ સ્પષ્ટીકરણ
શ્રીદેવી એક એવી અભિનેત્રી હતી જેણે અભિનયથી પોતાની ઓળખ બનાવી હતી. તે એક અદ્ભુત અભિનેત્રી હોવાની સાથે સાથે અદ્ભુત નૃત્યાંગના(dancer) પણ હતી. શ્રીદેવીએ વર્ષ 1996માં પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂર શ્રીદેવી થી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમને ‘મિસ્ટર ઈન્ડિયા’ (Mr. India)ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શ્રીદેવી ને કાસ્ટ કરી હતી. તે સમયે શ્રીદેવીએ 10 લાખ રૂપિયા ફી માંગી હતી, જે બોનીએ હસતા હસતા આપી દીધી હતી.