News Continuous Bureau | Mumbai
આજે પશ્ચિમ ઉપનગરમાં બાંદ્રા રેલવે સ્ટેશન(Bandra railway station) પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બાંદ્રા રેલવે સ્ટેશન પાસે જર્જરિત સ્કાયવોક(Skywalk) અચાનક તૂટી પડ્યો. બાંદ્રા પૂર્વમાં, સ્ટેશન નજીક જૂના સ્કાય વૉકનો એક ભાગ ઝૂંપડીઓ પર તૂટી પડ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કાટમાળ હટાવી રહ્યા છે.
મોટી દુર્ઘટના.. #બાંદ્રામાં #સ્કાયવોક નો એક ભાગ #ઝૂંપડપટી પર તૂટી પડ્યો. જુઓ #વિડીયો..
Video:@khanshadab1982
#Mumbai #Bandra #Skywalk #Collapse #newscontinuous pic.twitter.com/dM7XqNWOTZ— news continuous (@NewsContinuous) October 11, 2022
આ સમાચાર પણ વાંચો : હજુ તો નવી નક્કોર મોંઘીદાટ કાર ઘરે આવી પણ નથી ને આવી ટક્કર- એક સાથે આઠથી દસ ગાડીઓને લઈ લીધી અડફેટે-જુઓ વીડિયો