સ્વદેશી બુલેટ ટ્રેનને લાગ્યું ગ્રહણ- દિલ્હીથી બનારસ જતી વંદે ભારત એક્સપ્રેસ સાથે સર્જાઈ આ ખામી -મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વંદેભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ટ્રેન પર જાણે પ્રારંભથી જ માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ગુજરાત(Gujarat)માં ટ્રેન સાથે ઢોર અથડાવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આજે બુલંદશહેર(BulandSher)માં બ્રેક જામ થઈ જવાની ઘટના સામે  આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દિલ્હી(Delhi)થી બનારસ (Banaras) જતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનની દનકૌર નજીક બ્રેક જામ (Break Jam) થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, તાત્કાલિક અસરથી લોકો પાયલટ દ્વારા નજીકના જંક્શન પર જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 1200 પ્રવાસીઓને દિલ્હીથી ઈસીઆર(ECR) બનાવીને શતાબ્દી એક્સપ્રેસ(Shatabdi Express) માં શિફ્ટ કરવામાં આવ્યા હતા  અને ટ્રેનને લોકો પાયલટ દ્વારા નજીકના સ્ટેશને લઈ જવામાં આવી હતી.  જોકે, અચાનક આ ઘટના બનતા પ્રવાસીઓ સરેરાશ 4 કલાક મોડા બનારસ પહોંચ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : કુર્લાની બહુમાળી બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ- કેટલાય લોકો ફસાયા- દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો 

ઉલ્લેખનીય છે કે ગુજરાત(Gujarat)ના મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને  ગુરુવારે અકસ્માત નડ્યા બાદ શુક્રવારે પણ અકસ્માત નડ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી પરંતુ  ટ્રેનના આગળના ભાગને સામાન્ય નુકસાન થયું હતું. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More