News Continuous Bureau | Mumbai
ગુજરાતી(Gujarati) નહીં ભણાવતી રાજ્યની પ્રાથમિક શાળાઓની(primary schools) એનઓસી(NOC) રદ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી નહીં ભણાવવા મુદ્દે હાઇકોર્ટમાં (High Court) જાહેર હિતની અરજી કરાઈ છે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે શું સરકાર ગુજરાતી ભાષાને બોર્ડની(Gujarati Language Board) પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા સક્ષમ નથી? સરકાર દરેક એજ્યુકેશન બોર્ડ(Board of Education) પર પોતાનો નિયમ એક સરખો રાખી કેમ શકતી નથી? જે પ્રાથમિક સ્કૂલો ગુજરાતી ભાષા ન ભણાવે તેમની સ્કૂલનું એનઓસી પાછું ખેંચી લીધું છે. અન્ય રાજ્યોમાં સ્થાનિક ભાષાને(local language) ભણાવવાનું કડકપણે પાલન થાય છે. ગુજરાતમાં જ ઉદાસીન વલણ કેમ છે? હાઇકોર્ટે આ અંગે સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ કરીને વધુ સુનાવણી ૧૪મી પર નક્કી કરી છે.
ગુજરાત બોર્ડ સિવાયના શૈક્ષણિક બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં(primary schools of educational board) ગુજરાતી ભાષાને ભણાવાતી નથી. ગુજરાતી વિદ્યાર્થીઓ(Gujarati students) પોતાની માતૃભાષા(mother tongue) શીખી શકતા નથી તે કરુણ બાબત છે. તાજેતરમાં મેળવેલી માહિતી પ્રમાણે ૨૨ ગુજરાતી સ્કૂલો બંધ થઇ ગઇ છે.
આ સમાચાર પણ વાંચો : તહેવાર માતમમાં ફેરવાયો- પ- બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ- આટલા લોકોના નિપજ્યા મોત- જુઓ વિડીયો
સરકારે ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડની તમામ પ્રાથમિક સ્કૂલોમાં એકસરખી નીતિ બનાવવી જોઇએ. બેન્ચે સવાલ કર્યો હતો કે સરકારનું કેમ કાંઈ ચાલતું નથી? તમે કેમ અમલ નથી કરાવી શકતા? બાદમાં બેન્ચે ઉમેર્યું હતું કે જે રાજ્યનાં બાળકો માતૃભાષા જાણતા ન હોય એ રાજ્યની સંસ્કૃતિ લાંબો સમય ટકતી નથી. અંગ્રેજી માધ્યમમાં(English medium) અંગ્રેજી શીખવાડવામાં આવે છે પરતું ગુજરાતી નહીં.