News Continuous Bureau | Mumbai
કોરોના પ્રતિબંધોને(Corona restrictions) કારણે ટ્રેનની મુસાફરી પર નિયંત્રણો હતા પરંતુ હવે તમામ સેવાઓ પુનઃસ્થાપિત(Services restored) કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેની સાથે જ જોકે લોકલ મુસાફરી દરમિયાન મોબાઈલ ફોન(Mobile phone) ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
રેલવે પોલીસના(Railway Police) આપેલા આંકડા મુજબ 2021થી અત્યાર સુધીમાં 10,159 મુસાફરોના મોબાઈલ ફોન ચોરાયા છે અને તેમાંથી 2,618 મોબાઈલ ફોન પરરાજ્યમાંથી જપ્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : નારાયણ રાણે બાદ ભાજપના આ બીજા મોટા નેતાને ગેરકાયદે બાંધકામને લઈને ફટકો- બોમ્બે કોર્ટે આટલા મહિનામાં તોડી પાડવાનો આપ્યો આદેશ
મેલ-એક્સપ્રેસમાં(Mail-Express) મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ફોન પણ ચોરાઈ રહ્યા છે. જાન્યુઆરી 2021થી ઓગસ્ટ 2022 સુધીમાં મોબાઈલ ચોરીના 10 ,159 કેસ નોંધાયા છે. આ મોબાઈલ મુખ્યત્વે અન્ય રાજ્યોમાં ચોરીછૂપે વેચાય છે.
ચોરીના મોબાઈલ(Stolen mobiles) મહારાષ્ટ્રની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, દિલ્હી, હરિયાણા વગેરેમાંથી મળી આવ્યા હતા.
મુંબઈ રેલવે પોલીસની હદમાં મોબાઇલ ચોરીના ગુના વિશે જોઈએ તો સેન્ટ્રલ રેલવેમાં 2021ની સાલમાં 2, 674 ગુનો નોંધાયા હતા. તો 2022ની સાલમાં – નોંધાયેલા ગુનાની સંખ્યા 4,039 છે. તો વેસ્ટર્ન રેલ્વેમાં 2021ની સાલમાં નોંધાયેલા ગુનાની સંખ્યા 1,395 છે. તો 2022ની સાલમાં નોંધાયેલા ગુનાની સંખ્યા 2,051 છે.