News Continuous Bureau | Mumbai
ભાજપના નેતા(BJP leader) પંકજા મુંડે(Pankaja Munde) પોતાના આક્રમક સ્ટાઇલ સ્ટેટમેન્ટને(aggressive style statement) કારણે ઘણીવાર વિવાદોમાં રહ્યા છે. હવે ફરી એક વખત તેમણે વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ(controversial statement) આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) પણ મને ખતમ કરી શકતા નથી તેવા પંકજા મુંડેના(Pankaja Munde) નિવેદને પગલે પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
ભાજપના સિનિયર નેતા ગોપીનાથ મુંડેના(Gopinath Munde) પુત્રી પંકજા મુંડે પક્ષ સામે અનેક વખત જાહેરમાં નારાજગી જાહેર કરી ચૂક્યા છે. અગાઉ તેઓ મહારાષ્ટ્રના મુખ્યંમંત્રી(Maharashtra CM) બનવાની ઈચ્છા જાહેર કરી ચૂક્યા હોવાનું કહેવાય છે. તેઓએ અનેક વખત પક્ષ અને નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. તેથી પક્ષે તેમને સાઈડલાઈન કરી દીધા છે. છતાં વખતોવખત પંકજા મુંડે પક્ષને સંભાળી દેવાનો મોકો છોડતા નથી.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી
તાજેતરમાં “સમાજમાં બૌદ્ધિકો સાથે વાર્તાલાપ” કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક તરીકે હાજર રહેલા પંકજા મુંડેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ પક્ષમાં (Congress party) જાતિવાદની રાજનીતિ(politics of casteism prevailed) ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતિવાદની રાજનીતિનો અંત લાવવા માંગે છે. તેનો અર્થ એ નથી કે તેઓ મને ખતમ કરી નાખશે. હું પણ જાતિવાદનું પ્રતીક છું પણ મને કોઈ ખતમ કરી શકશે નહીં. જો નરેન્દ્ર મોદી મને ખતમ કરવાનો પ્રયાસ કરશે તો પણ તેઓ મને ખતમ કરી શકશે નહીં, કારણ કે મેં જનતાના મન પર શાસન કર્યું છે.
પંકજા મુંડે આ કાર્યક્રમ દરમિયાન પક્ષ સામે અપ્રત્યક્ષ રીતે નારાજગી જાહેર કરી હતી અને કહ્યું હતું કે અમે રાજકારણમાં બદલાવ લાવવા માંગીએ છીએ. રાજકારણમાં બદલાવ આવવો જોઈએ. રાજકારણમાં જનહિતના નિર્ણયો લેવામાં આવે છે. રાજકારણ મનોરંજનનું સાધન બની રહ્યું છે. નરેન્દ્ર મોદી પાસે આવી રાજનીતિની અપેક્ષા નથી.