News Continuous Bureau | Mumbai
સની દેઓલ(Sunny Deol) બોલિવૂડનો સુપરસ્ટાર(Bollywood superstar) હતો છે અને રહેશે અને તેમાં કોઈ શંકા નથી. હવે ફરી એકવાર સની મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. તેની ફિલ્મ ‘ચૂપ’(Chup) રિલીઝ માટે તૈયાર છે. જેમાં સની ઉપરાંત દુલકર સલમાન(Dulquer Salmaan) પૂજા ભટ્ટ(Pooja Bhatt) અને શ્રેયા ધનવંતરી(Shreya Dhanwantari) જોવા મળશે. ફિલ્મ ‘ચૂપ’ 3 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે તો ફિલ્મની સ્ટાર કાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે પરંતુ એક પ્રેસ કોન્ફરન્સમાં(press conference) સની દેઓલે કંઈક એવું કર્યું જેની કોઈને અપેક્ષા પણ ન હતી અને ત્યાં હાજર દરેક વ્યક્તિએ થોડીક સેકન્ડ માટે ગભરાઈ ગયા હતા.
વાત એમ હતી કે, ફિલ્મ ‘ચૂપ’ ના કલાકારો ની મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી.મીડિયા પત્રકારો(Media journalists) પોતપોતાના સવાલો પૂછી રહ્યા હતા કે અચાનક હાથમાં માઈક પકડીને બેઠેલા સની દેઓલ ગુસ્સાથી ચીસો પાડવા લાગ્યો અને તેણે જોરથી બૂમો પાડીને બધાને ચૂપ કરી દીધા. અચાનક સનીની જોરદાર ચીસો સાંભળીને બધા દંગ રહી ગયા અને એક સેકન્ડ માટે કોઈને કાંઈ સમજાયું નહીં કે શું થયું પરંતુ બીજી જ ક્ષણે સની હસવા લાગ્યો અને બધા સમજી ગયા કે આ તેના ફિલ્મને પ્રમોટ કરવાની રીત છે.
આ સમાચાર પણ વાંચો : કાળો દોરો પહેરવા થી લઇ ને લીંબુ-મરચા સુધી બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ રાખે છે અંધશ્રદ્ધા અને ટોટકા માં વિશ્વાસ-જાણો તે સેલેબ્રિટી વિશે
સની દેઓલ લાંબા સમય પછી સ્ક્રીન પર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અગાઉ 2018 માં, તે ભાઈ બોબી દેઓલ અને પિતા ધર્મેન્દ્ર(Dharmendra) સાથે ‘યમલા પગલા દીવાના ફિર’માં(Yamala Pagla Diwana Fir) જોવા મળ્યો હતો. 2019 માં, તેણે ફિલ્મ પલ-પલ દિલ કે પાસનું નિર્દેશન કર્યું હતું જેમાં તેના પુત્ર કરણ દેઓલે(Karan Deol) બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હાલમાં, સની તેની ફિલ્મ ‘અપને 2’ને લઇ ને ચર્ચામાં છે જે ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.