News Continuous Bureau | Mumbai
જ્યોતિષ શાસ્ત્ર (jyotish shastra)માં દરેક ગ્રહોના રાશિ પરિવર્તનનો સમય જણાવવામાં આવ્યો છે. આ સમયે શનિ ગ્રહ 30 વર્ષ પછી તેની રાશિ મકર રાશિમાં વક્રી છે. શનિનું ગોચર અને તેની ચાલમાં પરિવર્તન ઘણા લોકોના જીવન પર ખૂબ અસર કરે છે. 23 ઓક્ટોબર સુધી શનિ મકર રાશિમાં વક્રી રહેશે અને તે પછી તે માર્ગી થશે. ત્યાં સુધી તેઓ 3 રાશિના જાતકોને ઘણો નફો અને પ્રગતિ આપશે.
1. ધનુરાશિ
ઑક્ટોબર સુધી શનિદેવના વક્રી દરમિયાન ધનુ રાશિના જાતકોને ઘણો લાભ થશે. ક્યાંક પૈસા અટક્યા છે, તો પણ આ સમયમાં મળી શકે છે. રાજનેતાઓને(politician) મોટા પદો મળી શકે છે. વેપારમાં મીઠું બોલીને તમને ઘણો નફો થશે.
2. મીન
મીન રાશિના જાતકોને વક્રી શનિ ઘણો ધન લાભ કરાવશે. તેમની આવકમાં(income) વધારો થવાની પ્રબળ સંભાવના છે, જેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે.નવા સંપર્કો બનશે જે વ્યવસાય અને નોકરીમાં લાભ લાવશે. વેપારમાં(business) નફો વધશે.
3. મેષ
મકર રાશિમાં શનિદેવના વક્રી ને કારણે મેષ રાશિના જાતકો ને ઘણી બાબતોમાં ઘણો ફાયદો થશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને પ્રગતિ થશે. આવકમાં વધારો થશે. નોકરી શોધનારાઓ માટે પ્રમોશન, પગારમાં વધારો થવાની તમામ શક્યતાઓ છે. તે જ સમયે, વ્યવસાયમાં કોઈ મોટી ડીલ ફાઇનલ (deal final)થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : 24 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં બની રહ્યો છે ત્રિગ્રહી યોગ-આ રાશિના જાતકો ને મળશે ભાગ્યનો સાથ અને થશે ધન લાભ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે