News Continuous Bureau | Mumbai
દેશના જ નહીં પણ વિશ્વના પણ ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)એ તેમના પરિવાર સાથે ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંના એક તિરૂમાલા વેંકટેશ્વર મંદિર(Tirumala Venkteshwar)ની મુલાકાત લીધી. મુકેશ અંબાણી(Mukesh Ambani) પુત્રવધુ રાધિકા મર્ચન્ટ(Radhika Merchant) સાથે મંદિરના દર્શને પહોંચ્યા હતા.
Shri Mukesh Ambani offered prayers at Tirumala Tirupati Devasthanam, #AndhraPradesh along with Smt Radhika Merchant. May Lord Venkateswara bless them with good health and long life.#MukeshAmbani pic.twitter.com/wx2wtMCRIx
— Parimal Nathwani (@mpparimal) September 16, 2022
અંબાણી પરિવાર(Ambani Family) મંદિરમાં દર્શન માટે પહોંચ્યો ત્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મા રેડ્ડીએ અંબાણીનું સ્વાગત કરીને દર્શનની વ્યવસ્થા કરી હતી. દર્શન પછી રંગાનાયક મંડપ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે આશીર્વાદ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો
બિઝનેસમેન મુકેશ અંબાણીની સાથે તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી(Anant Ambani) અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ(Radhika Merchant) પણ હાજર રહ્યા હતા. અંબાણી પરિવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન અને પૂજા કરી હતી. ત્યારબાદ અંબાણી તથા તેમના પરિવારજનોએ અભિષેક અને નિજપદ દર્શન સેવામાં ભાગ લીધો હતો. દર્શન બાદ અંબાણીએ મંદિરને 1.50 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેમણે અહીંની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.
Reliance Industries chairman Mukesh Ambani visited and offered prayers at Tirupati Temple in Andhra Pradesh, today pic.twitter.com/xuVtOLKYE3
— Jugal Kishor (@Jugals1984) September 16, 2022
ઉલેખનીય છે કે તાજેતરમાં મુકેશ અંબાણીએ નાથદ્વારા(Nathdwara)માં શ્રીનાથજી(Sree Nathji)ના દર્શન કર્યા હતા.