News Continuous Bureau | Mumbai
આ વર્ષે બોલિવૂડની(Bollywood) મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ(box office) પર સફળતા મેળવી શકી નથી. ગણતરીની ફિલ્મોને બાદ કરતા આ વર્ષે સાઉથ ઈન્ડિયન ફિલ્મોનો(South Indian films) દબદબો રહ્યો છે. સાઉથ ઈન્ડિયન એક્ટર્સની(South Indian actors) પાન ઈન્ડિયા(Pan India) લેવલ પર પોઝિટિવ ઈમેજ ઉભરી આવી છે અને તેની સામે બોલિવૂડ સુપરસ્ટાર્સના સ્ટારડમમાં(stardom of Bollywood superstars) ઘટાડો થયો છે. જોકે આવામાં કોઈને ફાયદો થયો હોય તો તે છે એક કાર્તિક આર્યન(Kartik Aaryan) અને બીજા છે વિવેક અગ્નિહોત્રી(Vivek Agnihotri).
કાર્તિકને એક પછી એક મોટા બેનરની ફિલ્મો મળી રહી છે તો બીજી તરફ, વિવેક અગ્નિહોત્રી તેમની આગામી ફિલ્મ ‘દિલ્હી ફાઈલ્સ’ની (Delhi files) તૈયારી કરી રહ્યા છે અને અત્યારે આ ફિલ્મના પ્રિ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ‘ધ કાશ્મીરફાઈલ્સ’ (The Kashmir Files) ને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી હતી અને ઘણાં વર્ષો સુધી મહેનત કર્યા બાદ તેમણે આ ફિલ્મ ની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માં મહત્ત્વનું પાત્ર ભજવનાર વિવેકની પત્ની અને અભિનેત્રી પલ્લવી જાેશીએ(Pallavi Joshi) કહ્યું હતું કે, ‘અમને ખબર જ હતી કે અમારી આ ફિલ્મની બીજા કોઈ એવોર્ડ ફંક્શનમાં ગણતરી થવાની નથી અને અમને કોઈ એવોર્ડ આપવાનું નથી પરંતુ અમને તેનાથી કોઈ ફરક નથી પડતો. મને વિશ્વાસ છે કે, આ ફિલ્મને નેશનલ એવોર્ડ (National Award) મળશે અને અમે તેને ડિઝર્વ કરીએ છીએ. અમને ઓડિયન્સે ખૂબ જ પ્રેમ આપ્યો છે. અમે વિચાર્યું જ ન હતું કે, અમે સફળ રહીશું. વિવેક અને મેં આ ફિલ્મ પ્રોડયુસ કરીને હિંમતનું કામ કર્યું હતું અને ઈતિહાસના પાનાઓમાંથી અમે સત્ય ઘટના બહાર લાવીને લોકો સમક્ષ રજૂ કરી છે. હું સાચું કહું તો, ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આ બંને ફિલ્મોએ અમારી જીંદગી બદલી નાખી છે.’
આ સમાચાર પણ વાંચો : ગોવિંદા અને રવિના ટંડનની આ સુપરહિટ ફિલ્મ ની રિમેક બનાવશે શાહરૂખ ખાન – ખરીદ્યા ફિલ્મના રાઇટ્સ
તમને જણાવી દઈએ કે, 'ધ કાશ્મીર ફાઇલ્સ' માં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકા ભજવી હતી.. આ ફિલ્મ કાશ્મીર ઘાટી માંથી કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યાકાંડની વાર્તા કહે છે.નોંધનીય છે કે, પલ્લવીને ફિલ્મ 'ધ તાશ્કંદ ફાઇલ્સ' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. પલ્લવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મોની સાથે પલ્લવીએ ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેમજ, વિવેક દેશમાં ચાલી રહેલા સમકાલીન મુદ્દાઓ પર તેમના મંતવ્યો અને સ્પષ્ટવક્તા નિવેદનોમાં આક્રોશ માટે પણ જાણીતા છે. વિવેક તેની ટ્વીટ માટે પણ ઘણો ફેમસ છે.