News Continuous Bureau | Mumbai
મુંબઈ પાલિકાના(BMC) અમુક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર(Corrpution) કરવામાં આવ્યો હોવાનો સતત આક્ષેપો થઈ રહ્યા છે. તેથી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Deputy Chief Minister Devendra Fadnavis) બુધવારે પાલિકાના કામોનું 'CAG' ઓડિટ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
ફડણવીસ વિધાનસભામાં (Assembly) નિયમ 293 હેઠળની ચર્ચાનો જવાબ આપતાં બોલી રહ્યા હતા. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ઘણા સભ્યોએ મુંબઈ મહાનગરપાલિકાના કારભાર વિશે વાત કરી. કોવિડ સેન્ટર કૌભાંડ(Covid Center Scam), રસ્તાની ગુણવત્તા (Road quality) જેવા ઘણા વિષયો સામે આવ્યા. પરંતુ હવે ગુણવત્તાયુક્ત કામ પર ભાર મૂકવામાં આવશે. રસ્તાઓ પ્રાથમિકતાનો વિષય છે.
આ સમાચાર પણ વાંચો : કર્ણાટકના ભાજપના આ ધારાસભ્ય ટીપૂ સુલતાનને મુસ્લિમ ગુંડા કહેવું પડ્યું ભારે-મળ્યો ધમકીપત્ર -જાણો વિગતે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કર્મચારીઓએ પોતાની કંપનીઓ શરૂ કરી છે અને પાલિકાના કામ મેળવ્યા હોવાનું જોવા મળ્યું છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. મહાનગરપાલિકાને આ તપાસ સમયમર્યાદામાં કરવા જણાવવામાં આવશે. ફડણવીસે એમ પણ કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકામાં 'CAG'નું સ્પેશિયલ ઓડિટ (Special Audit) કરવામાં આવશે.
આશ્રય યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની પણ તપાસ કરવામાં આવશે. અગાઉની સરકારે કહ્યું હતું કે સફાઈ કામદારોને માલિકી હક્ક ન આપવા જોઈએ. જોકે, ફડણવીસે જાહેરાત કરી હતી કે અમારી સરકાર 29 હજાર સફાઈ કામદારોને માલિકી હક્ક આપશે.