News Continuous Bureau | Mumbai
નવનિયુક્ત મહારાષ્ટ્રના(Newly appointed Maharashtra) સાંસ્કૃતિક બાબતોના પ્રધાન(Minister of Cultural Affairs) સુધીર મુનગંટીવારે(Sudhir Mungantiwar) રવિવારે રાજ્ય સરકારના (state government) તમામ અધિકારીઓને ફોન કોલ(Phone calls to officials) પર હેલો, હાયને(Hello/ Hi) બદલે ‘વંદે માતરમ’(Vande Mataram) સાથે ટેલિફોનિક વાતચીત(telephonic conversation) શરૂ કરવા નિર્દેશ આપ્યો છે
"સ્વતંત્રતાના અમૃત મહોત્સવના(Amrit Mohotsava of Freedom) અવસર પર, હવેથી, મહારાષ્ટ્રમાં તમામ સરકારી કચેરીઓમાં(Government Offices) અધિકારીઓ અને કર્મચારીઓ ફોન પર હેલોને બદલે વંદે માતરમ થી વાતચીત શરૂ કરશે," એવું મુનગંટીવારે કહ્યું હતું.
હેલોને બદલે વંદે માતરમ બોલવું ફરજિયાત રહેશે એવું પણ મુનગંટીવારે કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : આખરે મહારાષ્ટ્રની શિંદે -ફડણવીસ સરકારમાં મંત્રીમંડળમાં વિભાગોની કરાઈ વહેંચણી- જાણો કોને કયું ખાતું સોંપાયું
સોશિયલ મીડિયા(Social media) ટ્વિટર પર તેમણે કહ્યું હતું કે, "આજે તરત જ પોર્ટફોલિયો વિતરણ(Portfolio Distribution અંગેની જાહેરાત પછી, સાંસ્કૃતિક બાબતોના પ્રધાન તરીકે, દરેક નાગરિક અને સરકારી કચેરીના કર્મચારીઓને મારી પ્રથમ અપીલ છે કે, "હેલો" ને બદલે વાતચીત શરૂ કરવા માટે ‘વંદે માતરમ’ નો ઉપયોગ કરો.”
મુનગંટીવારે વધુમાં કહ્યું કે આ વિદેશી શબ્દ (હેલો)ને છોડી દેવો જરૂરી છે અને ઉમેર્યું હતું કે વંદે માતરમ માત્ર એક શબ્દ નથી પરંતુ તે દરેક ભારતીયની લાગણી છે.