News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસ સરકારના(Shinde-Fadnavis government) મંત્રીમંડળનું વિસ્તરણ(Cabinet expansion) થતાં જ ભાજપમાં(BJP) સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવ્યા છે.
નાગપુરથી(Nagpur) ભાજપના નેતા(BJP leader) ચંદ્રશેખર બાવનકુલેને(Chandrashekhar Bawankule) મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ(Maharashtra BJP President) બનાવવામાં આવ્યા છે.
ચંદ્રશેખર બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના(Union Minister Nitin Gadkari) નજીકના માનવામાં આવે છે.
પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) જગત પ્રકાશ નડ્ડાએ(Jagat Prakash Nadda) ચંદ્રશેખર બાવનકુલે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : લાલુની પાર્ટી સાથે જોડાતા જ નીતીશકુમાર ફોર્મ માં આવ્યા- લોકસભાની 2024 ની ચૂંટણી વિશે આ નિવેદન આપ્યું